હિંમતનગર ખાતે જિલ્લા કલેકટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં, આદિ કર્મયોગી વિશેષઅભિયાન અન્વયે જિલ્લા કક્ષાની 3 દિવસીય District process Lab (DPL)ની શરૂઆત કરવામાં આવી
મોડાસા, 4 સપ્ટેમ્બર (હિ.સ.)ભારત સરકાર દ્વારા ધરતીઆબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DA-JGUA)ના ભાગરૂપે Aadi karmyogi Responsive Governance Programme જાહેર કરેલ છે. Responsive Governance માટે રાજય કક્ષાએ જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષાએ
હિંમતનગર ખાતે જિલ્લા કલેકટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં, આદિ કર્મયોગી વિશેષઅભિયાન અન્વયે જિલ્લા કક્ષાની 3 દિવસીય District process Lab (DPL)*ની શરૂઆત કરવામાં આવી


મોડાસા, 4 સપ્ટેમ્બર (હિ.સ.)ભારત સરકાર દ્વારા ધરતીઆબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DA-JGUA)ના ભાગરૂપે Aadi karmyogi Responsive Governance Programme જાહેર કરેલ છે. Responsive Governance માટે રાજય કક્ષાએ જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષાએ જોડાયેલ વહીવટી વિભાગ અને લોકોને ભાગીદાર બનાવવા (DA-JGUA) અભિયાન અંગેની જાગૃતિ કેળવવા અને અમલ અંગેની ક્ષમતા વર્ધન માટે એક સંકલિત કાર્યક્રમ તૈયાર કરવામાં આવેલ છે. જે અંતર્ગત રાજય, જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓની ક્ષમતા વર્ધન માટે તાલીમ અને વર્કશોપનું આયોજન કરાયું છે.જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં કલેકટર લલિત નારાયણ સિંઘ સાંદુના વરદ હસ્તે આદિ કર્મયોગી વિશેષ અભિયાન સંદર્ભે 3 દિવસીય BMT ની તાલીમ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

રાજ્યભરમાં તા. 22 ઓગસ્ટથી 2 ઓક્ટોબર સુધી 'આદિ કર્મયોગી વિશેષ’ અભિયાન યોજાશે. જેમાં ગુજરાતમાં 15 જિલ્લા, 94 તાલુકા અને 4245 ગામડાઓમાં આદિ કર્મયોગી અભિયાન ચલાવામાં આવશે. જેમાં સાબરકાંઠા જિલ્લાના છ તાલુકાના 164 ગામડાઓમાં આદિ કર્મયોગી અભિયાન ચલાવાશે. સાબરકાંઠા જિલ્લામાંથી આદિ કર્મયોગી અભિયાન માટે કુલ સાત અધિકારીશ્રીઓની ડિસ્ટ્રિક્ટ માસ્ટર ટ્રેનર (DMT) ની નિમણુંક કરાઈ છે.આદિ કર્મયોગી અભિયાન ભારતનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન છે.આ અભિયાનનો હેતુ 20 લાખ આદિવાસી પરિવર્તન નેતાઓની કેડર વિકસાવવાનો છે.

આ કાર્યક્રમ અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં જુદા-જુદા વિભાગમાંથી ડિસ્ટ્રીકટ માસ્ટર ટ્રેનર, બ્લોક નોડલ ઓફિસર અને બ્લોક માસ્ટર ટ્રેનરની નિમણુંક કરવામાં આવેલ છે.આ બાબતે તાલુકા કક્ષાના 42 બ્લોક માસ્ટર ટ્રેનરને 3 દિવસ સુધી તાલીમ આપવામાં આવશે.આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એચ. એમ વોરા ,પ્રાયોજના વહીવટદાર વિશાલ સકસેના, ડિસ્ટ્રિક્ટ માસ્ટર ટ્રેનર (DMT) ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande