મોડાસા, 4 સપ્ટેમ્બર (હિ.સ.)તાજેતરમાં હોકીના જાદુગર કહેવાતા ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિત્તે આર્ટસ કોલેજ, શામળાજી કેમ્પસ ખાતે ત્રિકા દિવસીય સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મનોરંજન અને સ્પર્ધાત્મક રમતો જેવીકે લંગડી,ખો–ખો રસ્સાખેચ , રીલે રમતોનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. રમતોનો આરંભ કરાવતા કોલેજના પ્રિન્સિપલ ડો એ.કે. પટેલે રમતવીરોને ફક્ત રમત રમવા ખાતર જ નહીં, પરંતુ દિલ દઈને પુરા જોમ જુસ્સા અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ સાથે રમવા પ્રોત્સાહિત કર્યા હતા જેમાં ભૂતપૂર્વ નેશનલ કક્ષાએ રમેલ ખેલાડીઓ તેમજ આંતર કોલેજ ચેમ્પિયન થયેલ ખેલાડીઓને પણ આમંત્રિત કરીને સન્માનવામાં આવ્યા હતા. રમત ગમત અંગેની તેમજ નેશનલ કક્ષા એશિયન ગેમ્સ,કોમનવેલ્થ અને ઓલમ્પિક, રમતો અંગેની સંપૂર્ણ માહિતી સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન કરનાર કોલેજના શારીરિક શિક્ષણ વિભાગના અધ્યાપક ડૉ.અજીતસિંહ આર. ચૌહાણે પૂરું પાડ્યું હતું, તેમણે ખેલાડીઓને જુસ્સો પૂરો પાડવા માટે ગર્જનાઓ જેવી કે વ્યાયામ વીર, અમર રહો ; વ્યાયામ –જ્યોત જલતી રહો, રમત રમવા જાશો ક્યાં મેદાને–મેદાને. સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ ખેલાડીઓ અને વિજેતા ખેલાડીઓને કેળવણી મંડળના મંત્રી દિલીપભાઈ કટારા તેમજ કોલેજના સમગ્ર સ્ટાફ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા સમગ્ર સ્પર્ધા ત્રણ દિવસ દરમિયાન ખૂબ જ ખંત અને ઉલ્લાસ સાથે નિર્વિગ્ણે સંપન્ન થઈ હતી..!
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ