જામનગર, 4 સપ્ટેમ્બર (હિ.સ.): જામનગરમાં શ્યામ ગ્રીન ટાઉનશીપ શેરી નંબર ત્રણમાં રહેતો હિતેશ નવીનભાઈ કછેટીયા નામનો 28 વર્ષનો યુવાન ગઈકાલે એક્સેસ મોટરસાયકલ લઈને હાપા માર્કેટિંગ યાર્ડ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન એકાએક રસ્તામાં તેનું વાહન સ્લીપ થઈ ગયું હતું, અને તેને માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી.
તેને સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડતાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ પ્રિતેશ નવીનભાઈ કછેટીયાએ પોલીસને જાણ કરતાં એ.એસ.આઈ એચ.આર બાબરીયાએ મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt