જામનગર, 4 સપ્ટેમ્બર (હિ.સ.) :
જામનગરના નવનિયુક્ત એસ.પી. રવિ મોહન સૈની કે જેઓ ટ્રાફિકના સંદર્ભમાં પ્રતિદિન એક્શન મોડમાં રહે છે, અને ખાસ કરીને જામનગર શહેરમાં ટ્રાફિક નિયંત્રણ જળવાઈ રહે, તે માટે અલગ-અલગ પોલીસ ટિમ મારફતે વિવિધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જેના ભાગરૂપે ગઈકાલે શહેરમાં ધ્વનિ પ્રદુષણ કરતાં બાઇક ચાલકો તેમજ ઓવર સ્પીડિંગ કરતા સ્પોર્ટ બાઈક ચાલકો સામે સ્પેશિયલ દ્રાઈવ રાખવામાં આવી હતી. જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ જામનગરની ટ્રાફિક શાખાના પી.આઇ. એમ.વી.ગજ્જર અને તેઓની ટીમ વગેરેએ શહેરના અલગ અલગ વિસ્તારમાં સ્પેશિયલ ડ્રાઇવર રાખી હતી.
જે દરમિયાન ઓવર સ્પીડ કરતાં બાઈકર્સ, વધુ ઘોઘાટ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બુલેટ ચાલકો, અને ફાયર સાઇલેન્સર વાળા મોટરસાયકલ ચાલકો સામે વિશેષ દ્રાઈવ રાખવામાં આવી હતી. જેના અનુસંધાને ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન આવા 35 બાઈક ડિટેઇન કરી લેવામાં આવ્યા હતા, અને તમામ વાહન ચાલકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી. જેને લઈને આવા વાહનચાલકોમાં ફફડાટ મચી ગયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt