અમરેલી , 4 સપ્ટેમ્બર (હિ.સ.)
આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને અમરેલી ડિવિઝનના પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ખાસ પગલાં હાથ ધરવામાં આવ્યા છે. શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ સ્ટાફે ફુટ પેટ્રોલિંગ હાથ ધર્યું. તહેવારો દરમિયાન લોકો નિર્ભયતાથી ઉજવણી કરી શકે તે માટે પોલીસ દળ તત્પર બન્યું છે.
પેટ્રોલિંગ દરમ્યાન પોલીસ કર્મચારીઓએ લોકસભા, બજાર વિસ્તાર, મુખ્ય રસ્તાઓ અને ધાર્મિક સ્થળો પાસે કડક નજર રાખી. આ ઉપરાંત લોકો સાથે સીધો સંપર્ક કરી શાંતિ-સુરક્ષા જાળવવા માટે સહયોગ આપવા અપીલ કરવામાં આવી. આવા પગલાંથી લોકોમાં વિશ્વાસ વધ્યો છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર સતર્ક બન્યું છે.
અધિકારીઓએ જણાવ્યું કે તહેવારો દરમ્યાન શાંતિ જળવાઈ રહે એ માટે વધારાના દળની ફરજ પણ ગોઠવવામાં આવશે. ગુનાખોરીને કાબૂમાં રાખવા તેમજ અસામાજિક તત્વો પર કડક નજર રાખવામાં આવશે. પોલીસ તંત્રના આ પ્રયાસોથી શહેર તથા તાલુકામાં તહેવારોને આનંદભેર અને ભયમુક્ત વાતાવરણમાં ઉજવવાની તૈયારી જોવા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai