પોરબંદર, 4 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદરમા પેરેડાઈઝ સિનેમા ઘરની બોગસ ફાયર એનઓસીને લઈ ભારે વિવાદ ચાલી રહ્યો છે તેવા સમાયે એવી ચોકાવનારી હકિકત સામે આવી છે, આ પ્રકારે 20થી વધારે બોગસ ફાયર એનઓસી આપવામા આવી હોવાની ચર્ચા ચાલી રહી છે. આ અંગેની તપાસ કરવામા આવે તો મોટું કૌભાડ બહાર આવે તેવી શકયતા હોવાનુ કહેવાય છે. કેટલાક આસામી દ્રારા ફાયર એનઓસી માટે જેતે એજન્સીને કામ સોંપવામા આવ્યુ હતુ તેમના દ્રારા આ ફાયર એનઓસી આપવામા આવી હોવાનુ પણ કહેવાય છે.બોગસ એનઓસીનુ કૌભાંડ કોણ ચલાવી રહ્યુ છે. તેને લઈ પણ મનપા દ્રારા તપાસ કરવામા આવે તેવી પણ માંગ થઈ રહી છે.
બોગસ ફાયર એનઓસીને લઈ અન્ય કેટલા લોકોને બીયુની પરમીશન આપવામાં આવી તે અંગે પણ તપાસ કરવામા આવે તો દુધનુ દુધ અને પાણીનુ પાણી થઈ જશે પરેડાઈઝ સિનેમા ઘરની ફાયર એનઓસીમા નિયમ અનુસાર કાર્યવાહી કરવામા આવી હતી અને જેતે એજન્સી દ્રારા આ ફાયર એનઓસી આપવામા આવી હોવાનુ કહેવાય છે. ત્યારે પોરબંદરમા બોગસ ફાયર એનઓસીનુ કૌભાંડ કોણ ચલાવી રહ્યુ છે તેને લઈ પણ શહેરભરમા ચર્ચા જોવા મળી રહી છે. ફાયર એનઓસીને લઈ મનપા ફાયર વિભાગના કર્મચારીને હાલ પુરતા સસ્પેન્ડ કરી દીધા છે. બીજી તરફ ફાયર એનઓસીને લઈ ફાઇલ પણ ગુમ છે આવી સ્થિતિમાં બોગસ ફાયર એનઓસીનુ કૌભાંડ કોણ ચલવી રહ્યુ છે. તે હાલ શહેરમા ચર્ચા ચાલી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya