પાટણમાં સગીરા સાથે દુષ્કર્મ અને છેડતીનો કિસ્સો, બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો
પાટણ, 4 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ શહેરમાં સગીરા સાથે દુષ્કર્મ અને છેડતીનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. પાટણ એ ડિવિઝન પોલીસે બે આરોપી ઝુબેર શેખ અને સલમાન ફિરોજ પઠાણ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. સગીરાના વાલીઓની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમો 64
પાટણમાં સગીરા સાથે દુષ્કર્મ અને છેડતીનો કિસ્સો, બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો


પાટણ, 4 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ શહેરમાં સગીરા સાથે દુષ્કર્મ અને છેડતીનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. પાટણ એ ડિવિઝન પોલીસે બે આરોપી ઝુબેર શેખ અને સલમાન ફિરોજ પઠાણ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. સગીરાના વાલીઓની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમો 64(2)(એમ), 74, 75(2), 78(2) અને 54 તેમજ પોક્સો એક્ટની કલમ 3(એ), 4, 5(એલ), 6, 11(1), 11(4), 12 અને 17 હેઠળ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

ઝુબેર શેખે સગીરાની ઉંમર જાણી હોવા છતાં તેની સાથે મિત્રતા કેળવી હતી. 27 જુલાઈ 2025ના રોજ બપોરે 3 વાગ્યે તેણે સગીરાને હોટલમાં લઈ જઈ બે વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ કરણી પોક્સો એક્ટ હેઠળ ગંભીર ગુનામાં આવે છે.

બીજો આરોપી સલમાન પઠાણ વારંવાર સગીરાનું પીછો કરતા હતો. 30 ઓગસ્ટ 2025ના રોજ તેણે સગીરાના હાથ પકડીને ખેંચ્યો અને અભદ્ર માંગણીઓ કરી. બંને આરોપીઓએ એકબીજાને ગુનામાં સહાયતા આપી હતી. હાલમાં પાટણ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande