“MISSION CLEAN STATION” અંતર્ગત છાયાપુરી રેલ્વે સ્ટેશન પર ગુનો ઉકેલાયો
વડોદરા, 4 સપ્ટેમ્બર (હિ.સ.): પશ્ચિમ રેલવે વડોદરાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ “MISSION CLEAN STATION” અભિયાન હેઠળ નોંધપાત્ર સફળતા મેળવી છે. છાયાપુરી રેલ્વે સ્ટેશન ખાતે એક પેસેન્જરને છરી બતાવી લૂંટ ચલાવી બે ઈસમો ફરાર થઈ ગયા હતા. આ બનાવ બાદ પોલીસ મથકમા
“MISSION CLEAN STATION” અંતર્ગત છાયાપુરી રેલ્વે સ્ટેશન પર ગુનો ઉકેલાયો


વડોદરા, 4 સપ્ટેમ્બર (હિ.સ.): પશ્ચિમ રેલવે વડોદરાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ “MISSION CLEAN STATION” અભિયાન હેઠળ નોંધપાત્ર સફળતા મેળવી છે. છાયાપુરી રેલ્વે સ્ટેશન ખાતે એક પેસેન્જરને છરી બતાવી લૂંટ ચલાવી બે ઈસમો ફરાર થઈ ગયા હતા. આ બનાવ બાદ પોલીસ મથકમાં ગંભીર પ્રકારનો ગુનો નોંધાઈ, જેના અનુસંધાને LCBની ટીમે ઝડપભેર તપાસ હાથ ધરી હતી.

પોલીસને મળેલી માહિતીના આધારે છાયાપુરી વિસ્તારમાં સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું. CCTV ફૂટેજ, લોકલ ઈન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરી ટીમે તેમને પકડી પાડ્યા. આરોપીઓની ધરપકડ બાદ પોલીસે તેમની પાસેથી ગુનામાં વપરાયેલ છરી તથા પેસેન્જર પાસેથી લૂંટાયેલ મુદ્દામાલ પણ કબજે કર્યો. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે બંને ઈસમો પૂર્વે પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા તથા સ્ટેશન વિસ્તારને નિશાન બનાવી મુસાફરોને લૂંટવાના કાવતરાં રચતા હતા. રેલવે સ્ટેશન પર મુસાફરોની અવરજવર તેમજ એકાંતનો લાભ લઈ તેઓએ આ ગુનો આચર્યો હતો.

પશ્ચિમ રેલવે વડોદરાની LCB દ્વારા આ સફળ કાર્યવાહીથી મુસાફરોમાં વિશ્વાસ પેદા થયો છે કે સ્ટેશનો પર તેમની સુરક્ષા માટે તંત્ર સતર્ક છે. આ ઉપરાંત રેલવે પોલીસ તથા સ્થાનિક પોલીસ સંકલનથી “MISSION CLEAN STATION” હેઠળ ગુનાહિત પ્રવૃત્તિઓને કાબૂમાં લેવા માટે સતત ચેકિંગ તથા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી બાદ પોલીસ અધિકારીઓએ મુસાફરોને ચેતવણી આપી છે કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે ઘટના દેખાય તો તરત જ પોલીસને જાણ કરે. આ પ્રકારની કડક કાર્યવાહીને કારણે રેલ્વે સ્ટેશન પર ગુનાહિત તત્વોને સ્પષ્ટ સંદેશો પહોંચ્યો છે કે કાયદાના ચંગુલમાંથી બચવું મુશ્કેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya


 rajesh pande