અમરેલી , 4 સપ્ટેમ્બર (હિ.સ.): દામનગર પોલીસ સ્ટેશન અંતર્ગત નોંધાયેલા પોક્સો કેસમાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપી રમેશભાઈને દામનગર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ તંત્ર દ્વારા સતત દેખરેખ અને ગુપ્તચર માહિતીના આધારે આરોપીની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી હતી. તાજેતરમાં મળેલી ચોક્કસ માહિતીના આધારે દામનગર પોલીસ ટીમે તાત્કાલિક રેડ પાડી આરોપીને કાબૂમાં લીધો.
આ ધરપકડથી પીડિત પરિવારને ન્યાયની આશા બળવાન બની છે તેમજ સમાજમાં કાયદાની કડકાઈનો સંદેશ ગયો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આવા ગુનાઓમાં સામેલ આરોપીઓને કોઈપણ પરિસ્થિતિમાં છોડવામાં નહીં આવે. કાયદો અને ન્યાયની પ્રક્રિયા મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
દામનગર પોલીસની આ કાર્યવાહીથી લોકોમાં વિશ્વાસનો માહોલ વધ્યો છે. સ્થાનિકોએ પોલીસ તંત્રના આ પ્રયાસની પ્રશંસા કરી છે. પોક્સો જેવા સંવેદનશીલ કેસોમાં તંત્રની ઝડપી કાર્યવાહી ભવિષ્યમાં આવા ગુનાઓને રોકવામાં મદદરૂપ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai