સુરત, 4 સપ્ટેમ્બર (હિ.સ.): આદિવાસી સમુદાયનો સર્વાંગી વિકાસ કરવાના હેતુસર કેન્દ્ર
સરકારના આદિવાસી મંત્રાલય દ્વારા આદિ કર્મયોગી અભિયાન-રિસ્પોન્સિવ ગવર્નન્સ
પ્રોગામ શરૂ કરાયો છે. તા.2 ઓગષ્ટથી તા.2 ઓકટોબર સુધી ચાલનાર આ અભિયાન અંતર્ગત
સુરતના બારડોલી તાલુકા સ્થિત આદર્શ નિવાસી શાળા ખાતે કુલ 07 ડિસ્ટ્રીક્ટ માસ્ટર
ટ્રેનરો દ્વારા 63 બ્લોક માસ્ટર ટ્રેનરોને ત્રિ-દિવસીય તાલીમ આપવામાં આવી હતી.
જેનો પ્રાંરભ જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધિએ કરાવ્યો તેમજ આદિ કર્મયોગી અભિયાન
વિશે ઉપસ્થિત તમામને માહિતગાર કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે