7મી સપ્ટેમ્બર, 2025ના રોજ થનારા ચંદ્રગ્રહણને કારણે શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં દૈનિક પૂજા–આરતી યોજાશે નહીં. મંદિર માત્ર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે.
સોમનાથ 4 સપ્ટેમ્બર (હિ.સ.)૭ ઓગસ્ટ 2025 ના રોજ ભાદરવી પૂનમના ચંદ્રગ્રહણ હોય, શાસ્ત્રોક્ત રીતે ચંદ્રગ્રહણ પ્રભાસ ક્ષેત્રને સ્પર્ષતુ હોવાથી પાળવાનુ આવશ્યક હોય, જે અનુસંધાને સોમનાથના સ્થાનીક સમય પ્રમાણે નિચે મુજબ સમયે વેધ-સ્પર્ષ-મધ્ય-મોક્ષ વિગેરે થાય
ચંદ્રગ્રહણને કારણે શ્રી સોમનાથ મંદિર


સોમનાથ 4 સપ્ટેમ્બર (હિ.સ.)૭ ઓગસ્ટ

2025 ના રોજ ભાદરવી પૂનમના ચંદ્રગ્રહણ હોય, શાસ્ત્રોક્ત રીતે ચંદ્રગ્રહણ પ્રભાસ ક્ષેત્રને સ્પર્ષતુ હોવાથી પાળવાનુ આવશ્યક હોય, જે અનુસંધાને સોમનાથના સ્થાનીક સમય પ્રમાણે નિચે મુજબ સમયે વેધ-સ્પર્ષ-મધ્ય-મોક્ષ વિગેરે થાય છે. શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં મધ્યાન્હ પુજન-આરતી તેમજ સાયં આરતી સહીત નિત્ય પૂજા જેમાં ગંગાજળ અભિષેક, બિલ્વપૂજા, ધ્વજાપૂજા ,સોમેશ્વર મહાપૂજન, યજ્ઞ અને રુદ્રાભિષેક,પાઠાત્મક અનુષ્ઠાન ગ્રહણ દરમીયાન બંધ રહેશે.ચંદ્રગ્રહણ દરમિયાન મંત્રજપનું વિશેષ મહાત્મ્ય માનવામાં આવે છે. શ્રી સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં ગ્રહણ મોક્ષ બાદ તા.8 સપ્ટેમ્બર, 2025ના રોજ પ્રાતઃ દૈનિક પૂજા અને આરતી પુનઃપ્રારંભ થશે.

*ચંદ્રગ્રહણનો સમય (પ્રભાસ ક્ષેત્રના સ્થાનિક સમય મુજબ):*

● વેધ પ્રારંભ: 7 સપ્ટેમ્બર, 2025 સવારે 11:19 કલાકે

● ગ્રહણ સ્પર્શ: 7 સપ્ટેમ્બર, 2025 રાત્રે 8:10 કલાકે

● ગ્રહણ મધ્ય: 7 સપ્ટેમ્બર, 2025 રાત્રે 11:21 કલાકે

● ગ્રહણ મોક્ષ: 8 સપ્ટેમ્બર, 2025 મધરાત્રે 2:05 કલા

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande