ધામળેજ બંદર ખાતે રામદેવપીર મહારાજની ભવ્ય શોભાયાત્રા તથા બાવન ગજની ધજા વિધિવત્ ચઢાવવામાં આવી
ગીર સોમનાથ 4 સપ્ટેમ્બર (હિ.સ.) આજરોજ સુત્રાપાડા તાલુકાના ધામળેજ બંદર મુકામે ખારવા સમાજના ત્રણેય સમાજના સંયુક્ત તત્વાવધાન હેઠળ રામદેવપીર મહારાજની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધામધૂમપૂર્વક નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવ
ધામળેજ બંદર ખાતે રામદેવપીર


ગીર સોમનાથ 4 સપ્ટેમ્બર (હિ.સ.)

આજરોજ સુત્રાપાડા તાલુકાના ધામળેજ બંદર મુકામે ખારવા સમાજના ત્રણેય સમાજના સંયુક્ત તત્વાવધાન હેઠળ રામદેવપીર મહારાજની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધામધૂમપૂર્વક નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ પ્રસંગે વિધિવત્ વિધિપૂર્વક બાવન ગજની ધજા ચઢાવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યના પ્રતિનિધિ વિજયભાઈ બારડ, જિલ્લા પંચાયતના ચેરમેન અરસિંહભાઈ ચાવડા, ધોધલિયા ખારવા સમાજના પટેલ રામભાઈ સોલંકી, ખારવા સમાજના પટેલ રાજુભાઈ, કોળી સમાજના પટેલ મોહનભાઈ સોમાભાઈ, મહેશભાઈ પાચા, માજી સરપંચ ભગવાનભાઈ જાદવ, લધુમતી મોરચાના પ્રમુખ ગફુરભાઈ ધોકી તેમજ ગ્રામ પંચાયતના સદસ્ય મુકેશભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.

ધામળેજ બંદર ગામના અનેક શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રામદેવપીર મહારાજની આ શોભાયાત્રાને ભવ્ય સફળતા અપાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande