ગીર સોમનાથ 4 સપ્ટેમ્બર (હિ.સ.)
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર સાહેબ-વેરાવળ વિભાગ-વેરાવળ તથા પોલીસ ઇન્સ્પેક્ટ તાલાળા જે.એન.ગઢવી સાહેબનાઓ દ્વારા શરીર સબંધી ગુના તથા ભરણ પોષણ વિરૂધ્ધના ગુનાના કામે તથા વોરંટના કામે નાસતા-ફરતા આરોપીઓને શોધી અસરકારક કામગીરી કરવા સુચના થઇ આવેલ હોય,
જે અન્વયે (૧) નામ. ફેમેલી કોર્ટ વેરાવળના ફોજદારી કેસ નં-૩૬૨/૨૦૨૫ ના સજા વોરંટના નાસતા ફરતા આ કામના આરોપી-યાસીનભાઇ ઇબાભાઇ ચોવટ-અનુ.જન.જાતી ઉ.વ.૪૦, ધંધો મજુરી, રહે.તાલાળા ઠે.સીદીવાડા વિસ્તાર તા.તાલાળા જી.ગીર સોમનાથવાળાનુ નામદાર ફેમેલી કોર્ટ તરફથી સજા વોરંટ ઇસ્યુ થયેલ જે સજા વોરંટના કામે મજકુર આરોપી નાસતો-ફરતો હોય જે અન્વયે તાલાલા પો.સ્ટેના પો.ઇન્સ.શ્રી જે.એન.ગઢવી સાહેબએ મજકુર આરોપીને શોધી જેલ હવાલે કરવા સુચના આપેલ હોય જે અન્વયે તાલાલા પો.સ્ટે.ના પો.હેડ.કોન્સ આર.વી.પરમાર તથા રજનીભાઇ દેદાભાઇ મોરી તથા નિર્મળસિંહ હરસુરસિંહ સિસોદીયા એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ ટેક્નિકલ સોર્સ તથા ચોક્કસ બાતમી હકીકતના આધારે મજકુર આરોપીને તાલાલા ગુંદરણ ચોક ખાતેથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી જુનાગઢ જીલ્લા જેલ હવાલે કરેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ