સોમનાથ પ્રભાસ રામદેવજી ધ્વજારોહણ મહોત્સવ, ભક્તિ મય માહોલ વચ્ચે ઘામધૂમથી ઉજવ્યો
ગીર સોમનાથ, 4 સપ્ટેમ્બર (હિ.સ.) સોમનાથ પ્રભાસ પાટણ નાના કોળી વાળા ઘેડિયા કોળી સમાજે શ્રી રામદેવજી ધ્વજારોહણ મહોત્સવ ભક્તિ અને ઘામધૂમથી ઉજવ્યો સમગ્ર કોળી સમાજના ઇષ્ટદેવ શ્રી રામદેવજી મહારાજના ધ્વજારોહણ શુભ પ્રસંગે સોમનાથ પ્રભાસ પાટણના નાના કોળી વાળા સ
સોમનાથ પ્રભાસ  રામદેવજી


ગીર સોમનાથ, 4 સપ્ટેમ્બર (હિ.સ.) સોમનાથ પ્રભાસ પાટણ નાના કોળી વાળા ઘેડિયા કોળી સમાજે શ્રી રામદેવજી ધ્વજારોહણ મહોત્સવ ભક્તિ અને ઘામધૂમથી ઉજવ્યો સમગ્ર કોળી સમાજના ઇષ્ટદેવ શ્રી રામદેવજી મહારાજના ધ્વજારોહણ શુભ પ્રસંગે સોમનાથ પ્રભાસ પાટણના નાના કોળી વાળા સમાજ અને સૌની સાથે સહકારથી ભક્તિ અને ધામધૂમથી ઉજવાઇ.

આ અંગે ભાદરવા સુદ બે ના રોજ નાના કોળી વાળા પીપળા શેરી પાસે, પંચધાતુની શ્રી રામદેવજી મહારાજની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે જ્યાં તેને બે ટાઈમ આરતી સાથે દર્શન કરવામાં આવે છે અને ધજા ડીજેના નાદ અને ધૂન ભજન સાથે તથા કળશ તારી નાની બાળાઓ તેમજ વિવિધ વેશભૂષા ધારી યુવાનો સાથે ની શોભાયાત્રા શરૂ થઈ પીપળા શેરી અને પ્રભાસ પાટણ ની શેરીઓ ગલીઓમાં ત્યાથી સલાટ વાળા અને રામરાખ ચોક થઈ ભરડાપોર થઈ અને આખરી પૂણાર્હુતિ ગૌશાળા પાસે આવેલ કોળી સમાજ ની ડેરી પાસે આવેલ રામદેવજી મંદિરે હા ધર્મ યાત્રા પૂર્ણાહુતિ થાય છે અને સૌ લોકોને પ્રસાદ વિતરણ કરાયું.

શોભાયાત્રા સવારે 9:00 થી સાંજના ચાર સુધી નગરમાં ફરી જ્યાં હજાર લોકોએ રામદેવજી મહારાજના દર્શન કર્યા અને શોભાયાત્રાના માર્ગ માટે માં ઠેર ઠેર વાવટા શણગાર અને ઠંડા પાણી તથા પાણીની પરબોની સેવા સેવાભાવીઓ દ્વારા વ્યવસ્થા કરાઈ હતી નાના કોળી વાળા પ્રમુખ પ્રવીણભાઈ ચુડાસમા ઉપપ્રમુખ કેતનભાઇ પરમાર ખજાનચી જગદીશભાઈ વાજા મહિલા સમિતિ હીરૂબેન ગરેજા ન્યાય સમિતિ વજુભાઈ ગઢીયા ઉત્સવ સમિતિ જીતુભાઈ કામળિયા કોટવાલ ભરતભાઈ ગઢીયા હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande