ગીર-સોમનાથના વેરાવળ ખારવા સમાજ દ્રારા, ભવ્ય શોભાયાત્રા નીકળી શોભાયાત્રા મા સમસ્ત ખારવા સમાજ અને વિવિધ સમાજ બહોળી સંખ્યામા જોડાયા.
ગીર સોમનાથ 4 સપ્ટેમ્બર (હિ.સ.) ખારવા સમાજ નો સૌથી મોટો તહેવાર એટલે ધ્વજારોહણ. ગીર સોમનાથ જીલ્લા મા દર વર્ષે ની જેમ આ વર્ષે પણ સમસ્ત ખારવા સમાજ દ્રારા રામદેવજી મહારાજની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને લાખોની જનમેદની જોડાઇ હતી. શોભાયાત્રા નુ ઠેર ઠેર સ્વ
વેરાવળ ખારવા સમાજ દ્રારા


ગીર સોમનાથ 4 સપ્ટેમ્બર (હિ.સ.) ખારવા સમાજ નો સૌથી મોટો તહેવાર એટલે ધ્વજારોહણ. ગીર સોમનાથ જીલ્લા મા દર વર્ષે ની જેમ આ વર્ષે પણ સમસ્ત ખારવા સમાજ દ્રારા રામદેવજી મહારાજની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને લાખોની જનમેદની જોડાઇ હતી. શોભાયાત્રા નુ ઠેર ઠેર સ્વાગત કરાયુ હતુ. વિવિધ વિવિધ દેવીદેવતાઓના ફલોટ અને ડીજે સાથે શહેરના મુખ્યમાગઁ પરથી પસાર થઈ જાલેશ્ર્વર મંદિરે પહોચી હતી . પોલીસ તંત્ર દ્રારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરાયો હતો.

પ્રતિવર્ષ મુજબ આ વર્ષે ખારવા સમાજના ઇશ્ર્ટ્દેવ રામદેવજીમહારાજ ધ્વજારોહણ શોભાયાત્રા કામનાથ મંદિર ખારવાવાડ થી ખારવા સમાજ ના પટેલ જીતુ કુહાડા તથા અધ્યક્ષ કિશોર કુહાડા ની અધ્યક્ષતામા આરંભ થયો હતો, નાના બાળકો દ્ધારા હિંદુ દેવી -દેવતાઓ,ઇંડિયન આર્મી,શહિદોની વેશભુશામા ધોડા,ઉંટ,રથ,રીક્ષાઓ ,શાહીરથ,ટ્રેક્ટર માં સવારી સાથે વિવિધ ફલોટો બનાવવામા આવ્યા હતા જે શોભાયાત્રાનુ વિશેષ આકર્ષણ રહ્યુ હતું. શોભાયાત્રા ખારવા વાડથી વખારીયા બજાર, સોની બજાર, ,ગાંધીચોક,સુભાષરોડ,ટાવરચોક થી રાજેન્દ્રભુવન રોડ થી જાલેશ્વર રામદેવજી મંદીરે સાંજે પહોંચી હતી. ખારવા સમાજના પટેલ જીતુભાઇ કુહાડા તથા આગેવાનો દ્વારા 52 ગજની ધ્વજારોહણ કરવામા આવેલ આ શોભાયાત્રામા વેરાવળ ખારવા સમાજ ના ઉપરાંત સમગ્ર શહેર સવંયભુ બંધ પાડી લોકો જોડાયા હતા.

આટલી વિશાળ હાજરી હોવા છતા શિશ્ર્તબધ્ધ રિતે રામદેવજી મહારાજ ના જયધોષ અને અબિલ-ગુલાલની છોળો સાથે ઉમંગ અને ઉત્સાહપુર્વક જાલેશ્વર મંદિરે પહોંચી દર્સન અને પ્રસાદ નો લાભ લીધો હતો, શોભાયાત્રા દરમિયાન વિવિધ હિંદુ,મુસ્લિમ સમાજના પટેલો,પ્રમુખો,આગેવાનો,ગુજરાત રાજયના પૂર્વ બીજનિગમના ચેરમેન રાજશીભાઈજોટવા, ભાજપ, કોગ્રેસનાપદાધિકારીઓ,નગરસેવકો, મંદીરના પુજારી, સંત મંહતો, સમાજના વિવિધ મિત્રમંડળો, વેપારીમંડળો, ઉધોગપતિઓ, શૈક્ષણિકસંસ્થાઓ અને શહેરના પ્રતિષ્ઠિત વેપારી પેઢીઓ દ્ધારા શોભાયાત્રા અને સમાજના પટેલ,આગેવાનોનુ ફુલહારથી સ્વાગત સાથે ઠંડાપીણા,મીઠાઇ અને અલ્પહાર થી આગતા-સ્વાગતા કરવામા આવી હતી.

અત્રે ઉલ્લેખનીય અને મુખ્ય બાબત એ હતી કે શોભાયાત્રા ના મુખ્યમાર્ગ બિરલા મંદીર થી જાલેશ્વર જવા માટેના રસ્તામા આવેલ પુલ અધુરો હોવાના કારણે પુલનીબાજુ માથી દેવકાનદિ અને દરિયાની ખાડીનુ પાણી ધસમસાત જતુ હોવાથી આ રસ્તે જાલેશ્વર મંદિરે જવુ અશકય અને અસંભવ હતું પંરતુ બોટ એસોસીએશન પ્રમુખ ગોપાલભાઈ ફોફંડી તેમની ટીમ દ્વારા રાતદિવસ ના અથાગ પરિશ્રમ ના પરિણામે તાત્કાલિક રસ્તો તૈયાર કરવામા આવ્યો હતો.અને આ પુલના કારણે હજારો ભાવિકોને જાલેશ્વર મંદીરે પહોંચવાનો અને આરાધ્યદેવ રામદેવજીમહારાજના દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો. આ સાથે જીલ્લા પોલીસ અધિક્ષક ની સૂચના થી ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરાયો હતો. .....

ગુજરાત ના 1600 કિમી ધરાવતો દરીયા કિનારે વસવાટ કરતો માછીમાર સમાજ ખૂબજ ધામીઁક રુઢી ધરાવે છે ત્યારે માછીમારી નો વ્યવસાય કરતા પહેલા પરંપરાગત રીતે ભાદરવા સુદ 11 ના રોજ રામદેવજી મહારાજ ની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને રામદેવજી મહારાજ ને બાવન ગજની ધ્વજારોહણ કરી મહા પ્રસાદ નો લાભ લે છે. દરેક હિન્દુસમાજ તથા સામાજીક, રાજકીય અગ્રણીઓ દ્રારા ભવ્ય રીતે ફૂલહારથી સ્વાગત કરાય છે અને શહેર પણ સવયંભૂ બંધ પાડી આ તહેવાર મા જોડાય છે .

પરંપરાગત ખારવા સમાજ તથા અન્ય સમાજ ની રામદેવજી મહારાજ ની ધ્વજારોહણ ની ભવ્ય શોભાયાત્રા નીકળે છે તે જ પરંપરાગત માન્ય ગણાય છે.વેરાવળમા રણુજા જેવો માહોલ છવાઈ ગયો હતો .અને આજના આ ધ્વજારોહણ ના તહેવારબાદ જ સમગ્ર ખારવાસમાજ પોતાના માછીમારીના વ્યવસાયની શરુઆત કરે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande