હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના પાંચ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરાઈ.
પાટણ, 4 સપ્ટેમ્બર (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સંયુક્ત ઉપક્રમે યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં એક દિવસીય શૈક્ષણિક સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના પાંચ વર્ષ પૂર્
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના પાંચ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરાઈ.


પાટણ, 4 સપ્ટેમ્બર (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સંયુક્ત ઉપક્રમે યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં એક દિવસીય શૈક્ષણિક સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના પાંચ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરાઈ હતી. સેમિનારમાં અધ્યાપકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

સેમિનારના ઉદ્ઘાટન સત્રમાં કુલપતિ પ્રો. કે. સી. પોરીયા, કુલસચિવ ડો. રોહિતભાઈ દેસાઈ, જીપીએસસીના પૂર્વ સદસ્ય ડો. શ્રુતિ આણેરા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કુલસચિવે સ્વાગત પ્રવચનમાં મહાસંઘના વિવિધ કાર્યક્રમો અને પ્રકાશનો વિષે માહિતી આપી. પાટણ જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરીએ કહ્યું કે ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા ગુણવત્તાસભર શિક્ષણ અનિવાર્ય છે.

કુલપતિ પ્રો. પોરીયાએ નવી શિક્ષણ નીતિને ભારતીયતા અને સ્કિલ-બેઝ્ડ શિક્ષણનું પ્રતીક ગણાવ્યું હતું. મુખ્ય વક્તા ડો. શ્રુતિ આણેરાએ ભારતના વૈજ્ઞાનિકો અને તેમના યોગદાન વિષે ચર્ચા કરી અને ભારતીય ગણિત, ખગોળશાસ્ત્ર તથા આયુર્વેદ જેવી પરંપરાગત વિજ્ઞાન વિધાઓની માહિતી આપી. ગોંડલ કોલેજના પ્રિન્સિપાલ ડો. નિર્મળસિંહ ઝાલાએ નવી શિક્ષણ નીતિને મૂલ્યો અને સંસ્કૃતિ સાથે વૈજ્ઞાનિક અભિગમને જોડતી ગણાવી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande