મહેસાણા જિલ્લામાં “રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ” અંતર્ગત રાજ્ય કક્ષાની ટીમો દ્વારા ઇન્ટરનલ એવેલ્યુએશન
મહેસાણા, 4 સપ્ટેમ્બર (હિ.સ.): “રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ” હેઠળ મહેસાણા જિલ્લામાં 01 સપ્ટેમ્બરથી 04 સપ્ટેમ્બર 2025 દરમ્યાન રાજ્ય કક્ષાની ટીમો દ્વારા ઇન્ટરનલ એવેલ્યુએશન હાથ ધરાયું. કુલ 14 સભ્યોની 8 ટીમોએ જિલ્લામાં તમામ 10 તાલુકાની મુલાકાત લીધી
મહેસાણા જિલ્લામાં “રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ” અંતર્ગત રાજ્ય કક્ષાની ટીમો દ્વારા ઇન્ટરનલ એવેલ્યુએશન


મહેસાણા જિલ્લામાં “રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ” અંતર્ગત રાજ્ય કક્ષાની ટીમો દ્વારા ઇન્ટરનલ એવેલ્યુએશન


મહેસાણા, 4 સપ્ટેમ્બર (હિ.સ.): “રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ” હેઠળ મહેસાણા જિલ્લામાં 01 સપ્ટેમ્બરથી 04 સપ્ટેમ્બર 2025 દરમ્યાન રાજ્ય કક્ષાની ટીમો દ્વારા ઇન્ટરનલ એવેલ્યુએશન હાથ ધરાયું. કુલ 14 સભ્યોની 8 ટીમોએ જિલ્લામાં તમામ 10 તાલુકાની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન ટીમોએ ટીબીના દર્દીઓ, ટીબી ચેમ્પિયન્સ, સારવારમાં જોડાયેલા તબીબો અને આરોગ્ય કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો.

ટીમોએ જિલ્લા ટીબી સેન્ટર, ડ્રગ સેન્ટર, મેડિકલ કોલેજ, સમુદાય આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા ડિઝિગ્નેટેડ માઈક્રોસ્કોપીક કેન્દ્રોની મુલાકાત લીધી હતી. ઉપરાંત 96 જેટલા ટીબીના લાભાર્થીઓ, હાઈ રિસ્ક ચેપ ધરાવતા દર્દીઓ તેમજ ખાનગી તબીબો પાસેથી પણ માહિતી એકત્રિત કરવામાં આવી હતી.

ચાર દિવસના મૂલ્યાંકન પછી તૈયાર કરાયેલ વિગતવાર રીપોર્ટ 04 સપ્ટેમ્બર 2025ના રોજ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો. આ તકે જિલ્લા વિકાસ અધિકારીએ તમામ તાલુકા આરોગ્ય અધિકારીઓને ડાયાબીટીસ, જુવેનાઈલ ડાયાબીટીસ અને સંવેદનશીલ દર્દીઓના ટીબી સ્ક્રીનિંગ કરવા સૂચના આપી હતી. સાથે જ મહેસાણા જિલ્લામાં BPaLM રેઝિમેન શરૂ કરવા અને પ્રાઈવેટ ડોકટરો દ્વારા વધુમાં વધુ ટીબી નોટિફિકેશન થાય તે માટે મીટિંગ યોજવા સૂચના આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande