જામનગર પશુપાલન વિભાગ દ્વારા વિવિધ સહાયકારી યોજનાઓ માટે ઓનલાઈન ડ્રોનું કરાયું આયોજન
જામનગર, 4 સપ્ટેમ્બર (હિ.સ.): જામનગર જિલ્લા પંચાયત ખાતે ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિની ઉપસ્થિતિમાં પશુપાલન વિભાગની આઈ-ખેડૂત પોર્ટલ પરની વિવિધ સહાયકારી યોજનાઓ માટે ઓનલાઇન ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રો પારદર્શકતા અને યોગ્યતાના સિદ્ધાંતોન
ડ્રો


જામનગર, 4 સપ્ટેમ્બર (હિ.સ.): જામનગર જિલ્લા પંચાયત ખાતે ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિની ઉપસ્થિતિમાં પશુપાલન વિભાગની આઈ-ખેડૂત પોર્ટલ પરની વિવિધ સહાયકારી યોજનાઓ માટે ઓનલાઇન ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રો પારદર્શકતા અને યોગ્યતાના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવ્યો હતો.

આ ડ્રોનો મુખ્ય હેતુ રાજ્ય સરકાર દ્વારા ચાલતી પશુપાલન શાખાની વિવિધ યોજનાઓનો લાભ વાસ્તવિક અને જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો છે. આઈ-ખેડૂત પોર્ટલ મારફતે અરજી કરનાર ખેડૂતો અને પશુપાલકોની જીલ્લાના કુલ લક્ષ્યાંક મુજબ તેમજ તાલુકામાંથી મળેલ અરજીઓની સાપેક્ષમાં ઓનલાઈન ડ્રો દ્વારા પસંદગી કરવામાં આવે છે, જેથી સમગ્ર પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનો પક્ષપાત ન થાય.

આ ડ્રો દ્વારા પસંદગી પામેલા તમામ લાભાર્થીઓને સરકારનાં પ્રવર્તમાન નિયમોનુસાર યોજનાનો લાભ મળશે. આ કાર્યક્રમમાં ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિના અધ્યક્ષ કુંદનબેન અશોકભાઈ ચોવટીયા, તેમજ સમિતિના અન્ય સભ્યો ભરતભાઈ બોરસદીયા, કરશનભાઈ ગાગીયા અને હસમુખભાઈ કણઝારીયા નાયબ પશુપાલન નિયામક ડો. તેજસ શુક્લ સહીત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande