જૂનાગઢમાં તા. ૭ સપ્ટેમ્બરના રોજ નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની પરીક્ષા યોજાશે
જૂનાગઢ, 4 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજીત નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની પરીક્ષા તારીખ ૦૭/૦૯/૨૦૨૫ના રોજ લેવામાં આવનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થી કોઈપણ જાતના ભય વગર શાંત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તથા પરીક્ષા ચો
જૂનાગઢમાં તા. ૭ સપ્ટેમ્બરના રોજ નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની પરીક્ષા યોજાશે


જૂનાગઢ, 4 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજીત નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની પરીક્ષા તારીખ ૦૭/૦૯/૨૦૨૫ના રોજ લેવામાં આવનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થી કોઈપણ જાતના ભય વગર શાંત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તથા પરીક્ષા ચોરીને ડામી શકાય, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પરીક્ષા કેન્દ્રો સંબંધે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જૂનાગઢ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ બી.એસ.બારડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

જૂનાગઢ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ બી.એસ.બારડને ભારતીય નાગરિક સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૬૩ મુજબ મળેલ અધિકારની રૂએ નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની પરીક્ષા માટેના પરીક્ષા કેન્દ્રો બિલ્ડિંગોના વિસ્તારમાં તારીખ ૦૭/૦૯/૨૦૨૫ના રોજ સવારના ૦૯.૦૦ કલાક થી બપોરના ૦૨.૦૦ કલાક સુધી પરીક્ષા દરમિયાન કેટલાક કૃતિઓ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

જેમાં પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈ પણ માર્ગ ઉપર, ચોકમાં કે ગલીઓમાં ચાર કરતાં વધારે લોકો એકઠા થવું નહીં. સરઘસો કાઢવા નહીં તેમજ સૂત્રો પોકારવા નહીં.

પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોપીઈંગ મશીન દ્વારા કોપીઓ કરવાનો વ્યવસાય કરતાં ઝેરોક્ષ મશીનો ધરાવતા ધંધાર્થીઓ/ મશીન ધારકોએ તેઓના કોપીઈંગ મશીન ચલાવવા નહીં કે કોઈ પણ પત્રો, કાગળો કે પરીક્ષાલક્ષી સાહિત્યની નકલો કરવી નહીં. પરીક્ષા સ્થળોના મુખ્ય પ્રવેશ દ્વારે પરીક્ષાર્થીની હોલ ટિકિટ અને ઓળખ પત્ર ચકાસીને જ માત્ર પરીક્ષાર્થીઓને પ્રવેશ આપવાનો રહેશે. પરીક્ષામાં રોકાયેલ સ્થળ સંચાલકઓ, બિલ્ડીંગ કંડકટરશ્રી,ખંડ નિરીક્ષકો, વહીવટી સેવામાં જેઓને ફરજ સોંપવામાં આવે છે તે વોટર મેન, બેલમેન જેવો સક્ષમ સત્તાધિકારી દ્વારા ઓળખપત્ર આપવામાં આવ્યા છે તે ચકાસીને જ પ્રવેશ આપવાનો રહેશે.

પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાર્થીઓ, શિક્ષકો, કેન્દ્ર સંચાલક, વહીવટી કર્મચારીઓ કે જે ફરજ પરના તમામ પ્રકારના સરકારી કર્મચારીશ્રીઓએ પ્રશ્નપત્રને લગતું કે પરીક્ષા સંબંધી ગેરરીતીથી ગણાય તેવી કોઈપણ વસ્તુ અથવા ઇલેક્ટ્રોનિક આઈટમ જેવી કે મોબાઈલ ફોન, સ્માર્ટ ફોન, ટેબલેટ, આઇપેડ, કુલપેડ, ઓઈફોન,કેલ્ક્યુલેટર, પુસ્તક, ગાઈડ, ચાર્ટ, કાપલી, ઝેરોક્ષ, માઈક્રો ઝેરોક્ષ ની નકલો પરીક્ષા સ્થળમાં લઈ જવા નહીં કે તેનું વહન કરવું નહીં કે કરવા મદદગારી કરવી નહીં. તેમજ તેવી કોઈપણ વસ્તુ રાખી પરીક્ષા સ્થળમાં પ્રવેશવું નહીં. પરંતુ આયોગ દ્વારા અપાયેલ સૂચના મુજબ પરીક્ષા કાર્યના ઉપયોગિતા હેતુસર ફક્ત કેન્દ્ર સંચાલક અને આયોગના પ્રતિનિધિ અધિકારી/કર્મચારીશ્રીઓ જ પોતાની પાસે મોબાઇલ ફોન રાખી શકશે.

પરીક્ષાર્થી અને પરીક્ષા સંબંધિત કામગીરીમાં રોકાયેલ ફરજ પરના અધિકૃત વ્યક્તિ સિવાય અન્ય કોઈ પણ અધિકૃત વ્યક્તિઓએ ઉપરોક્ત પ્રતિબંધિત વિસ્તારમાં દાખલ થવું નહીં તેમજ કાયદેસરની ફરજ બજાવનારાઓને કોઈપણ અડચણ કે અવરોધ કરવો કે કરાવવો નહીં

પરીક્ષા ખંડમાં શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને અન્ય કોઈપણ અધિકૃત/ અનઅધિકૃત વ્યક્તિએ કોઈ પણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા /કરાવવામાં સુધી કે આડકતરી મદદગારી કરવી કે કરાવવી નહીં. પરીક્ષાર્થીઓના લેખન કાર્યમાં અડચણ ધ્યાન ભંગ થાય તેવું કૃત્ય કરવું કે કરાવવું નહીં. પરીક્ષાના દિવસે વિદ્યુત પરિવહનમાં વિક્ષેપ ઊભો ન થાય તેની તકેદારી રાખવી.

આ હુકમ પોતાના અંગત ઉપયોગ માટે કોપિઈંગ મશીન નો વપરાશ કરતી વ્યક્તિઓને તેમજ ફરજની રૂ એ જે કર્મચારીને મુક્તિ આપવામાં આવી હોય તેવી વ્યક્તિઓને એકત્રિત થવાની જોગવાઈ લાગુ પડશે નહીં.

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે BNS,૨૦૨૩ ની કલમ ૨૨૩ હેઠળ પગલા લેવાની કાર્યવાહી કરવામાં આવશે અને ગુન્હો સાબિત થયે ૬ માસની સાદી કેદ અથવા રૂપિયા ૨૫૦૦નો દંડ અથવા બંનેની સજા થઈ શકશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande