જુનાગઢ, 4 સપ્ટેમ્બર (હિ.સ.) હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન તેમજ પ્રાદેશિક તાલીમ કેન્દ્ર આઈસીડીએસના સંયુક્ત ઉપક્રમે સ્પેશિયલ અવેરનેસ કેમ્પેઈન ડ્રાઇવ અંતર્ગત જૂનાગઢ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના આંગણવાડી વર્કર બહેનોએ સિવિલ હોસ્પિટલના પોષણ પુનર્વસન કેન્દ્ર તેમજ સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા બાળકોના કુપોષણ, વજન, ઉંચાઈ, તેમજ પ્રોટીન પાવડર, રસોડાની વાનગીઓ, વજન કાટા, વગેરેની વિગતે માહિતી આપી હાજર બાળકોની એમયુએસઈ કરી પ્રેક્ટીકલ માહિતી આપવામાં આવી હતી.
સખીવન સ્ટોપ સેન્ટરની એક્સપોઝર વિઝીટ દરમિયાન સખીવન સ્ટોપ સેન્ટરની વિવિધ સેવાઓ અંગે તેમજ સખીવન સ્ટોપની સુવિધાઓ, સેન્ટરના કાર્યોથી પણ આંગણવાડી વર્કર બહેનો પરિચિત થયા હતા.
હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનમાંથી કૃપાબેન ખુંટ, મીનાક્ષી ડેર, ઓએસસી ટીમમાંથી હિરલબેન, નિધિબેન, પ્રાદેશિક તાલીમ કેન્દ્ર આઈસીડીએસ શશીકુંજમાંથી હેમાક્ષીબેન ગરલા ઉપસ્થિત રહ્યો હતા.આ સમગ્ર ફિલ્ડ વિઝીટ જિલ્લા મહિલા અને બાળ અધિકારી સી.જી. સોજીત્રા અને દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી બી.ડી. ભાડના માર્ગદર્શન હેઠળ યોજાઇ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ