મુળભાઈ બેરાના હસ્તે આવતીકાલે તા. ૫ સપ્ટેમ્બરના હોલીડેકેમ્પ બીચના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત યોજાશે ચોરવાડ ખાતે આવેલ હોલીડે બીચ કેમ્પનું
જૂનાગઢ 4 સપ્ટેમ્બર (હિ.સ.) પ્રવાસન મંત્રી મુળભાઈ બેરાના હસ્તે આવતીકાલે તા. ૫ સપ્ટેમબર ના હોલીડે કેમ્પ બીચ ના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત યોજાશે. જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના ચોરવાડ ખાતે આવેલ હોલીડે બીચ કેમ્પનું અંદાજિત રૂ. ૪.૮૧ કરોડના ખર
મુળભાઈ બેરાના હસ્તે આવતીકાલે તા. ૫ સપ્ટેમ્બરના હોલીડેકેમ્પ બીચના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત યોજાશે ચોરવાડ ખાતે આવેલ હોલીડે બીચ કેમ્પનું


જૂનાગઢ 4 સપ્ટેમ્બર (હિ.સ.)

પ્રવાસન મંત્રી મુળભાઈ બેરાના હસ્તે આવતીકાલે તા. ૫ સપ્ટેમબર ના હોલીડે કેમ્પ બીચ ના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત યોજાશે.

જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના ચોરવાડ ખાતે આવેલ હોલીડે બીચ કેમ્પનું અંદાજિત રૂ. ૪.૮૧ કરોડના ખર્ચે વિકસાવાની કામગીરીનું ખાતમુહૂર્ત પ્રવાસન, સાંસ્કૃતિક, પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ ક્લાયમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈના હસ્તે તા.૫ સપ્ટેમબરના સવારે ૧૧ કલાકે યોજાશે.

ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્રારા આયોજિત આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, સાંસદ રાજેશ ચુડાસમા, ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ બેનાબેન ચુડાસમા, માંગરોળ ધારાસભ્ય ભગવાનભાઈ,પ્રવાસન દેવસ્થાન વ્યવસ્થાપન, નાગરિક ઉડ્ડયન અને યાત્રાધામ સચિવ રાજેન્દ્રકુમાર, પ્રવાસન કમિશનર અને મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત પ્રવાસન નિગમ નિગમ લિમિટેડના પ્રભવ જોશી, જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા સહિતના સહભાગી બનશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande