ગીર સોમનાથ 4 સપ્ટેમ્બર (હિ.સ.) જુનાગઢ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના આયુષ હોસ્પિટલ જુનાગઢ ના સંયુક્ત ઉપક્રમે સખર ભવનમાં ફ્રી મેડિકલ હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા શહેર ભાજપ પ્રમુખ દિવ્યેશભાઈ જેઠવા વંથલી પાલિકા પ્રમુખ રાકેશભાઈ આયુષ હોસ્પિટલના તજજ્ઞ ડો ઝાલાભાઇ વંથલી શહેર ભાજપ સંગઠન હોદ્દેદારો ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ આયુષ હોસ્પિટલ દ્વારા દીપ પ્રગટાઈ કરી કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. મેડિકલ કેમ્પમાં આયુષ હોસ્પિટલ દ્વારા r.b.s.ecg.b.p. એક્સ રે spo 2 વિગેરે રિપોર્ટ કરવામાં આવ્યા હતા. તેમજ દવા બિલકુલ ફ્રી આપવામાં આવી હતી આશરે 150 જેટલા નગરજોને એક ઇમ્પનો લાભ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ