સાંસદ ભરત સુતરિયાનો બગસરા ખાતે ધાર્મિક આશીર્વાદ : ગણેશ ચતુર્થી નિમિત્તે ગજાનનના દર્શન કરી સર્વેના સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના, સામાજિક એકતાનો સંદેશ
અમરેલી 4 સપ્ટેમ્બર (હિ.સ.) ગજાનન શ્રી ગણપતિ દાદાની આરાધના અને ભક્તિભાવના પાવન પર્વ ગણેશ ચતુર્થીના અવસરે બગસરા ખાતે વિશેષ ધાર્મિક માહોલ જોવા મળ્યો. આ પ્રસંગે સાંસદ ભરત સુતરિયા ખાસ ઉપસ્થિત રહી ભાજપના સામાજિક કાર્યકર્તા ચિરાગ પરમારના નિવાસસ્થાને સ્થાપિત
સાંસદ ભરત સુતરિયાનો બગસરા ખાતે ધાર્મિક આશીર્વાદ : ગણેશ ચતુર્થી નિમિત્તે ગજાનનના દર્શન કરી સર્વેના સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના, સામાજિક એકતાનો સંદેશ


અમરેલી 4 સપ્ટેમ્બર (હિ.સ.) ગજાનન શ્રી ગણપતિ દાદાની આરાધના અને ભક્તિભાવના પાવન પર્વ ગણેશ ચતુર્થીના અવસરે બગસરા ખાતે વિશેષ ધાર્મિક માહોલ જોવા મળ્યો. આ પ્રસંગે સાંસદ ભરત સુતરિયા ખાસ ઉપસ્થિત રહી ભાજપના સામાજિક કાર્યકર્તા ચિરાગ પરમારના નિવાસસ્થાને સ્થાપિત થયેલા ગણપતિ બાપ્પાના દર્શનનો લાભ લીધો.

સાંસદે પૂજા-અર્ચના કરી સર્વ સમાજના કલ્યાણ, સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના અર્પી. ગણેશ ચતુર્થીના પર્વે મળતા સદભાવના અને ભક્તિભાવના સંદેશને તેઓએ વિશેષ રૂપે રેખાંકિત કરતાં સૌને ભક્તિ સાથે સાથે સમાજસેવામાં જોડાવાનું આહ્વાન કર્યું.

ગામજનો અને કાર્યકર્તાઓ સાથે મળીને સાંસદે આ અવસરે ધાર્મિક અને સામાજિક પરંપરા જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો. ગણપતિ મહોત્સવના આ પર્વે બગસરા ખાતે લોક એકતાનું અનોખું દ્રશ્ય સર્જાયું, જ્યાં શ્રદ્ધા અને સાંસ્કૃતિક ઉત્સાહ સાથે સૌએ બાપ્પાના આશીર્વાદ મેળવ્યા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande