અમરેલી ,4 સપ્ટેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લાના તરકતળાવ ગામે રામદેવપીરના મંદિરે યોજાયેલા નેજા પ્રસંગે ધાર્મિક અને સામાજિક ઉલ્લાસનો માહોલ સર્જાયો. આ પ્રસંગે ખાસ ઉપસ્થિતિ નોંધાવતા લોકસભા સાંસદ ભરત સુતરિયા તેમજ મનસુખભાઈ સાંગાણી ગામજનો સાથે જોડાયા. રામદેવપીરના મંદિરે પહોંચીને સાંસદે પૂજા-અર્ચના કરી તથા સૌભાગ્યપૂર્ણ દર્શનનો લાભ લીધો.
ગામજનો દ્વારા પરંપરાગત વાદ્યોના સંગાથે નેજા વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. નેજા પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદે આ અવસરે ગ્રામજનો સાથે સંવાદ સાધી ગામના વિકાસ અને ધાર્મિક એકતાની ભાવના અંગે શુભેચ્છા પાઠવી.
રામદેવપીર નેજા પ્રસંગે ગ્રામ્ય પરંપરા અને ભક્તિભાવનું અનોખું સંયોજન જોવા મળ્યું. સાંસદ સુતરિયાની હાજરીથી ગામજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. આ પ્રસંગે સૌએ મળીને શ્રદ્ધા અને એકતાના સંદેશા સાથે સમાજમાં શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai