મહેસાણા સાંસદ દ્વારા સાંસદ ખેલ મહોત્સવ-2025નું આયોજન: યુવા પ્રતિભાઓને મળશે તક
મહેસાણા, 4 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા લોકસભાના સાંસદ હરીભાઇ પટેલ દ્વારા સાંસદ ખેલ મહોત્સવ-2025નું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા રમત ગમત અધિકારી વિરલ ચૌધરી દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદી મુજબ, આ સ્પર્ધા મહેસાણા લોકસભા વિસ્તારના યુવા ખેલાડીઓમાં રહે
મહેસાણા સાંસદ દ્વારા સાંસદ ખેલ મહોત્સવ-2025નું આયોજન : યુવા પ્રતિભાઓને મળશે તક


મહેસાણા, 4 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા લોકસભાના સાંસદ હરીભાઇ પટેલ દ્વારા સાંસદ ખેલ મહોત્સવ-2025નું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા રમત ગમત અધિકારી વિરલ ચૌધરી દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદી મુજબ, આ સ્પર્ધા મહેસાણા લોકસભા વિસ્તારના યુવા ખેલાડીઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા માટે મહત્વપૂર્ણ બની રહેશે.

સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ખેલાડીઓ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. https://sansadkhelmahotsav.in પર તા.29/08/2025 થી તા.20/09/2025 સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે. આ સ્પર્ધાઓ તા.21/09/2025 થી તા.25/12/2025 દરમ્યાન મહેસાણા લોકસભા વિસ્તારમાં યોજાશે. જેમાં કુલ આઠ રમતો – કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, હેન્ડબોલ, યોગાસન, કુસ્તી, બેડમિન્ટન અને એથ્લેટિક્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ રમતો 16 વર્ષથી ઉપર તથા 16 વર્ષથી નીચેના ભાઈઓ-બહેનો એમ બે જુદા વયજૂથમાં યોજાશે.

જિલ્લાના વિવિધ સ્થળોએ થનારી આ સ્પર્ધાઓ યુવા પ્રતિભાઓ માટે પોતાની કૌશલ્ય દર્શાવવાનો અવસર પૂરું પાડશે. વિગતવાર કાર્યક્રમ તથા સ્થળોની જાહેરાત ટૂંક સમયમાં થશે. વધુ માહિતી માટે સરદાર પટેલ જિલ્લા રમત સંકુલ, પાંચોટ-મહેસાણાના કંટ્રોલ રૂમ મો. 9173096635 પર સંપર્ક કરી શકાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande