13મા માળેથી દીકરાને ફેંક્યા બાદ માતાએ પણ આપઘાત કર્યો
ગણપતિની મૂર્તિની બાજુમાં જ પડ્યા – અલથાણની માર્તન્ડ હિલ્સ સોસાયટીમાં દુઃખદ ઘટના
13મા માળેથી દીકરાને ફેંક્યા બાદ માતાએ પણ આપઘાત કર્યો


13મા માળેથી દીકરાને ફેંક્યા બાદ માતાએ પણ આપઘાત કર્યો


સુરત, 4 સપ્ટેમ્બર (હિ.સ.)-સુરતના અલથાણ વિસ્તારમાં આવેલ માર્તન્ડ હિલ્સ બિલ્ડિંગમાં બુધવારે સાંજે દિલદહળાવી દેનારી ઘટના બની હતી. લૂમ્સના કારખાનેદાર વિલેશકુમાર પટેલની પત્ની પૂજા પટેલે પોતાના બે વર્ષના પુત્ર ક્રિશિવને પહેલા 13મા માળેથી ફેંક્યો અને પછી 12 સેકન્ડ બાદ પોતે પણ કૂદી પડી હતી.

માતા-પુત્ર બંને બિલ્ડિંગની નીચે સ્થાપિત ગણપતિની મૂર્તિથી આશરે 20 ફૂટના અંતરે પડી ગયા હતા. બંને વચ્ચે લગભગ 8 થી 10 ફૂટનું અંતર હતું.

CCTVમાં કેદ ઘટના

પૂજા પોતાના પુત્ર સાથે સી-વિંગના 13મા માળે કપડાનું કામ કરાવવા પહોંચી હતી. પરંતુ જે ઘરમાં કામ કરાવવા ગઇ હતી તેનો દરવાજો બંધ હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ જ સમયે તેણે આપઘાત કરવાનો નિર્ણય લીધો. લિફ્ટમાં ચઢતા માતા અને પુત્રના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે.

તહેવાર વચ્ચે શોક

સોસાયટીમાં ગણેશોત્સવની ઉજવણી ચાલી રહી હતી, પરંતુ આ ઘટના બનતા જ આનંદનો માહોલ પળવારમાં માતમમાં ફેરવાઈ ગયો હતો. ઘટનાસ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી અને સૌના ચહેરા પર આઘાત સ્પષ્ટ દેખાતો હતો.

હોસ્પિટલ પહોંચ્યા પહેલાં જ મોત

લોકોએ તરત જ 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી. બંનેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ 13મા માળેથી પડવાથી ગંભીર ઇજાઓ થતાં બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

પરિવાર પર આઘાત

આ દુઃખદ ઘટનાથી પતિ વિલેશકુમાર અને પરિવારજનો પર આસમાની આફત તૂટી પડી છે. પત્ની અને એકમાત્ર પુત્ર ગુમાવતાં સમગ્ર પરિવાર તેમજ સોસાયટીના રહેવાસીઓ શોકમાં ગરકાવ થઈ ગયા છે.

પોલીસ તપાસ શરૂ

મામલતદારની હાજરીમાં પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પોલીસે આ ઘટનાને લઈને તપાસ શરૂ કરી છે કે કયા કારણોસર પૂજાએ આ અતિશય પગલું ભર્યું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande