પોરબંદર, 4 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદરમાં ખરીક 2025 -26માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબિનની ખરીદી સારું ખેડતોની ઓનલાઈન નોંધણી તા.01.09.2025થી તા.15.09.2025 દરમ્યાન ખેડુત જાતે અથવા ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે વી.સી.ઈ (VCE) તેમજ ગ્રામ્ય કક્ષાની સહકારી મંડળીઓ મારફતે વિના મૂલ્યે નોંધણી કરાવી શકાશે.
ગત વર્ષ મુજબ નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર થતી ખેડુતોની ઓનલાઈન નોંધણી હાથ ધરવામાં આવી છે. તેમા પણ ખેડુતોની ઓનલાઈન નોંધણી માટે હાલ બાયોમેટ્રિક ઓથેન્ટીફીકેશનની પણ જરૂરિયાત રહેતી નથી.
ખેડુતોએ શહેરી વિસ્તારમાં ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની નોંધણી કરાવવા માટે અગાઉ કરાવવામાં આવેલ નોંધણી મુજબ જે તે તાલુકાના TLE મારફત અથવા નજીકના ગામના VCE મારફત કરાવવાની રહેશે. ખેડુતો તા.01.09.25 થી 15.09.25 સુધી ઓનલાઈન નોધણી કરી શકશે આથી ખેડુતો દ્વારા બિનજરૂરી ઉતાવળ ન કરવા પોરબંદર જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા વિનંતી કરવામાં આવી છે.
ખેડુતોને નોંધણી અન્વયે કે ઈ-સમૃદ્ધિ પોર્ટલ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો જીગર મહેતા – 9428222455, કૃણાલ ગજ્જર – 6354895483, શ્રીકાંત પટેલ – 8460551910 તથા ઈ-સમૃધ્ધિ પોર્ટલનો ટોલ ફ્રી નંબર - 1800 101212 સંપર્ક કરવા પોરબંદર જિલ્લા ખેતીવાડી અધીકારીની એક યાદીમાં જણાવાયુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya