પાટણ ખાતે જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલે મેદાન માર્યું
પાટણ, 4 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. શાળાના સંગીતપ્રેમી ક્લાર્ક વિપુલભાઈ સોલંકીએ ભજન અને લોકગીત વિભાગમાં પ્રથમ સ્થાન મેળવીને
પાટણ ખાતે જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલે મેદાન માર્યું


પાટણ ખાતે જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલે મેદાન માર્યું


પાટણ, 4 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. શાળાના સંગીતપ્રેમી ક્લાર્ક વિપુલભાઈ સોલંકીએ ભજન અને લોકગીત વિભાગમાં પ્રથમ સ્થાન મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું હતું.

કાવ્ય લેખન સ્પર્ધામાં શાળાના ઇંચાર્જ આચાર્ય ડૉ. ઝેડ.એન. સોઢાએ 21થી 59 વર્ષના વય જૂથમાં દ્વિતીય સ્થાન મેળવીને પોતાની કાવ્યપ્રતિભાનું ઉજળું પ્રદર્શન કર્યું હતું. શાળાના પ્રતિનિધિઓએ પોતાની કલા અને પ્રતિભાથી સૌને પ્રભાવિત કર્યા હતા.

NGES કેમ્પસના CDO પ્રો. જય ધ્રુવ, શાળાના સુપરવાઈઝર હર્ષદભાઈ અને ગમનભાઈ સુથાર, શાળા કોઓર્ડિનેટર યોગેશભાઈ પટેલ તેમજ સમગ્ર શાળા પરિવારે વિજેતાઓને હાર્દિક અભિનંદન પાઠવ્યાં હતાં અને તેમને પ્રદેશ કક્ષાએ વધુ એક સફળતાની શુભેચ્છાઓ પાઠવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande