ઓગસ્ટ 2025માં 206 સફળ પ્રસૂતિ, જેમાં 148 નોર્મલ ડિલિવરી અને 58 સીઝેરિયન
અમરેલી 4 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના સાવરકુંડલાની કે.કે. મહેતા સરકારી હોસ્પિટલએ ઓગસ્ટ 2025માં નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. હોસ્પિટલના ગાયનેકોલોજી વિભાગે માત્ર એક મહિનામાં 206 પ્રસૂતિ સફળતાપૂર્વક કરી છે. જેમાંથી 148 નોર્મલ ડિલિવરી જ્યારે 58 સીઝેરિયન ઓપરેશન સફળ રહ્યા હતા.
આ સફળતાના કેન્દ્રમાં ડો. હાર્દિક બોરીસાગર અને ડો. ધર્મેશ રામાણીનું પ્રભાવશાળી નેતૃત્વ તેમજ અનુભવી નર્સિંગ સ્ટાફની અવિરત મહેનત છે. દર્દીઓને શ્રેષ્ઠ સારવાર અને સગવડો ઉપલબ્ધ કરાવવામાં હોસ્પિટલ સ્ટાફે તનમનથી સેવા આપી.
સ્થાનિક સ્તરે આ સિદ્ધિને આરોગ્યક્ષેત્રે મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. સરકારી હોસ્પિટલમાં સગવડ અને વિશ્વાસનો માહોલ સર્જાતા ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને વિશાળ રાહત મળી છે. કે.કે. મહેતા હોસ્પિટલની આ કામગીરી જાહેર આરોગ્ય સેવાઓ માટે પ્રેરણારૂપ સાબિત થઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai