પોરબંદર, 4 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે એલસીબીના સ્ટાફે દરોડો પાડયો હતો, આ દરમ્યાન વિદેશી દારૂની નાની બોટલ નંગ-120 કિંમત રૂ.12000નો મુદામાલ મળી આવ્યો હતો.
જોકે દરોડા દરમ્યાન આરોપી કમલેશ પ્રતાપ રાનેરા મળી આવ્યો ન હતો પોલીસે આ શખ્સ સામે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોંધવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya