સુરત, 4 સપ્ટેમ્બર (હિ.સ.)- શહેરના ગોડાદરા વિસ્તારમાં ચાલતા કન્ટ્રક્શનની સાઇડ પરથી અજાણ્યા ચોર ઈસમોએ રૂપિયા 18,000 ની કિંમતના લોખંડના ટેકા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેથી ભોગ બનનાર વ્યક્તિએ ગોડાદરા પોલીસ મથકના ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ અજાણ્યા ઈસમો સામે રૂપિયા 18,000 ની ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે મૂળ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના વતની અને સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલ મીરા એવન્યુમાં રહેતા અશ્વિનભાઈ ધીરજલાલ ગોંડલીયા કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગોડાદરા વિસ્તારમાં આવેલ શ્યામ સૃષ્ટિ રેસીડેન્સી ની બાજુમાં મેઇન રોડ પર તેમની શિવાંતા સેલિબ્રેશન કન્સ્ટ્રકશન નામની સાઈટ ચાલુ છે. ગત તારીખ 30/8/2025 ના રોજ સવારે ચાર વાગ્યે 4:30 વાગ્યાના સમયગાળા દરમિયાન 3 અજાણ્યા 19 થી 20 વર્ષની ઉંમરના યુવકો તેમની સાઈટ પર આવ્યા હતા અને કન્સ્ટ્રકન ના કામમાં ઉપયોગમાં લેવામાં આવતા લોખંડના છ ફૂટના કુલ 9 ટેકાઓ જેની કિંમત રૂપિયા 18,000 ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જેથી બાદમાં અશ્વિનભાઈ ગોંડલીયાને આ વાતની જાણ થતા તેઓએ ગતરોજ ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય ઈસમો સામે રૂપિયા 18,000 ની ચોરીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે