મીઠીવાવડી ગામમાં બે ખેડૂતોના બોરવેલમાંથી 30 હજારની ચોરી
પાટણ, 4 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ તાલુકાના મીઠીવાવડી ગામમાં બે ખેડૂતોના બોરવેલમાંથી વાયર, કટઆઉટ અને સ્ટાર્ટરની ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. આ ચોરી 30 ઓગસ્ટની રાત્રે 8 વાગ્યાથી 31 ઓગસ્ટના સવારના 8 વાગ્યા વચ્ચે થઈ હોવાનું જાણવા મળ્યું છે. તસ્કરે બોરની ઓરડી
મીઠીવાવડી ગામમાં બે ખેડૂતોના બોરવેલમાંથી 30 હજારની ચોરી


પાટણ, 4 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ તાલુકાના મીઠીવાવડી ગામમાં બે ખેડૂતોના બોરવેલમાંથી વાયર, કટઆઉટ અને સ્ટાર્ટરની ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. આ ચોરી 30 ઓગસ્ટની રાત્રે 8 વાગ્યાથી 31 ઓગસ્ટના સવારના 8 વાગ્યા વચ્ચે થઈ હોવાનું જાણવા મળ્યું છે. તસ્કરે બોરની ઓરડીનો દરવાજો તોડી અંદર પ્રવેશી ચોરી આચરી હતી.

પ્રવિણભાઈ પટેલના ખેતરમાં આવેલા બોરવેલમાંથી 24 ફૂટનો કેબલ વાયર અને ત્રણ કટઆઉટની ચોરી કરવામાં આવી છે, જેની અંદાજિત કિંમત રૂ. 10,000 છે. જયારે નથાભાઈ પટેલના બોરમાંથી સ્ટાર્ટર, ત્રણ કટઆઉટ અને 24 ફૂટ કેબલ વાયર ચોરી ગયાનું જાણવા મળ્યું છે, જેની કિંમત રૂ. 20,000 થાય છે.

કુલ 30,000 રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ છે. પ્રવિણભાઈ પટેલે પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande