સાવરકુંડલા ડિવિઝન પોલીસની તૈયારી: ઈદ એ મિલાદ અને ગણેશ વિસર્જન પૂર્વે સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ
અમરેલી 4 સપ્ટેમ્બર (હિ.સ.): આવનારા ઈદ એ મિલાદ અને ગણેશ વિસર્જન તહેવારોને ધ્યાનમાં રાખીને સાવરકુંડલા ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા ચુસ્ત ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું. તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ વાતાવરણ જળ
સાવરકુંડલા ડિવિઝન પોલીસની ચુસ્ત તૈયારી : ઈદ એ મિલાદ અને ગણેશ વિસર્જન પૂર્વે સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ, શાંતિ-સુરક્ષા જાળવવાનો સંકલ્પ


અમરેલી 4 સપ્ટેમ્બર (હિ.સ.): આવનારા ઈદ એ મિલાદ અને ગણેશ વિસર્જન તહેવારોને ધ્યાનમાં રાખીને સાવરકુંડલા ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા ચુસ્ત ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું. તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે તંત્ર સતર્ક બન્યું છે.

ફૂટ પેટ્રોલિંગ દરમ્યાન પોલીસ દળે મુખ્ય બજાર, ધાર્મિક સ્થળો, સંવેદનશીલ વિસ્તારો તથા વ્યસ્ત માર્ગો પર દેખરેખ રાખી. નાગરિકોમાં સુરક્ષાનો ભાવ વધે અને તહેવારો ભાઈચારાથી ઉજવાઈ શકે તે માટે લોકસંપર્ક સાધવામાં આવ્યો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તહેવારો દરમ્યાન વધારાની બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવશે. સાથે સાથે ટ્રાફિક નિયંત્રણ, જાહેર વ્યવસ્થા અને અસામાજિક તત્વો પર કડક નજર રાખવામાં આવશે.

સાવરકુંડલા પોલીસના આ પગલાંથી સ્થાનિક લોકોમાં વિશ્વાસનો માહોલ સર્જાયો છે. તંત્રના સંકલ્પ અને સતર્કતાથી બંને તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande