પાટણ, 4 સપ્ટેમ્બર (હિ.સ.): ઉત્તર બૂનિયાદી વિદ્યાલય, સેવાળામાં આજે સ્વયં શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ દિવસે શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકોની ભૂમિકા નિભાવી હતી અને સમગ્ર શાળાનું સંચાલન પણ પોતાની જ જવાબદારી તરીકે સંભાળ્યું હતું. વિદ્યાર્થીઓએ વિશેષ ઊર્જા અને ઉત્સાહ સાથે શાળાની શૈક્ષણિક કામગીરીમાં ભાગ લીધો.
આ કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય અને શિક્ષક શ્રી અલ્કેશભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. આવી પહેલથી વિદ્યાર્થીઓમાં નેતૃત્વ કૌશલ્ય, જવાબદારીની ભાવના અને સ્વશાસનની સમજ વિકસાવવામાં મદદ મળી રહી છે, જે તેમના સર્વાંગી વિકાસ માટે લાભદાયી સાબિત થશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ