પાટણ, 4 સપ્ટેમ્બર (હિ.સ.)જિલ્લો પાટણ ખાતે આવેલી સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, સમી દ્વારા ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિના દરમિયાન પ્લેસમેન્ટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મેડિસન ઇલેક્ટ્રિકલ, પાટણના પ્રતિનિધિ શ્રી બકુલભાઈ રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રારંભમાં અંગ્રેજી વિભાગના પ્રાધ્યાપક ડૉ. ચેતન પ્રજાપતિએ ઇન્ટરવ્યૂનું મહત્વ તથા તેની તૈયારી વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. ઇન્ટરવ્યૂ બે પેનલમાં યોજાયા હતા, જેમાં મેડિસન ઇલેક્ટ્રિકલના બકુલભાઈ રાઠોડ અને ઉદિશા પ્લેસમેન્ટ કન્વિનર પ્રો. વિજય જોષી તેમજ ઇતિહાસ વિભાગના પ્રો. સંજય પટેલ, પ્રો. જેવત ચૌધરી અને કોમર્સ વિભાગના ડૉ. આરતી પ્રજાપતિ તથા પ્રો. દીપિકા પ્રજાપતિ નિષ્ણાત તરીકે જોડાયા હતા.
કૉલેજના આચાર્ય ડૉ. ટેકપાલસિંહ આનંદના માર્ગદર્શન હેઠળ અને તમામ શૈક્ષણિક તથા બિન-શૈક્ષણિક સ્ટાફના સહયોગથી આ પ્લેસમેન્ટ ડ્રાઇવ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ