અમરેલી 4 સપ્ટેમ્બર (હિ.સ.)
લાઠી સહિત તમામ પોલીસ મથકોએ ઈદ એ મિલાદ અને ગણેશ વિસર્જન પૂર્વે આગેવાનો સાથે શાંતિ સમિતિની મિટિંગ યોજી, ભાઈચારો અને તકેદારીનો સંદેશ, જિલ્લામાં આવનારા તહેવારો ઈદ એ મિલાદ અને ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લામાં કાયદો-વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પોલીસ તંત્ર દ્વારા સક્રિય તૈયારી શરૂ કરવામાં આવી છે. લાઠી સહિત જિલ્લા ના તમામ પોલીસ મથકોએ સ્થાનિક જ્ઞાતિના આગેવાનો, ધાર્મિક પ્રતિનિધિઓ તથા સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની મિટિંગ યોજી.
મિટિંગ દરમ્યાન તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સૌને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી. જાહેર કાર્યક્રમો, વિસર્જન યાત્રા અને ધાર્મિક ઉજવણીઓમાં ટ્રાફિક વ્યવસ્થા, અવાજ પ્રદૂષણ નિયંત્રણ તથા સામાજિક સૌહાર્દ જાળવવા માટે ખાસ સૂચનો આપવામાં આવ્યા.
પોલીસ અધિકારીઓએ આગેવાનોને તંત્ર સાથે સહકાર આપવા અનુરોધ કર્યો. તહેવારોને શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને ભાઈચારાથી ઉજવવામાં આવે તેવા સંકલ્પ સાથે મિટિંગ પૂર્ણ થઈ.
આ પગલાંથી સ્થાનિક સ્તરે વિશ્વાસ અને સુરક્ષાનો માહોલ મજબૂત બન્યો છે, જેથી બંને તહેવારો આનંદભેર અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાઈ શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai