પોરબંદર મનપાકક્ષાનો 76મો વન મહોત્સવ આર્યકન્યા ગુરુકુળ ખાતે ઉજવાયો
પોરબંદર, 4 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર મહાનગરપાલિકા કક્ષાનો 76મો વન મહોત્સવ આર્યકન્યા ગુરુકુળ, પોરબંદર ખાતે રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં ઉજવાયો હતો. કાર્યક્રમના મુખ્ય મહેમાન અને રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયાએ
પોરબંદર મનપાકક્ષાનો 76મો વન મહોત્સવ આર્યકન્યા ગુરુકુળ ખાતે ઉજવાયો.


પોરબંદર મનપાકક્ષાનો 76મો વન મહોત્સવ આર્યકન્યા ગુરુકુળ ખાતે ઉજવાયો.


પોરબંદર મનપાકક્ષાનો 76મો વન મહોત્સવ આર્યકન્યા ગુરુકુળ ખાતે ઉજવાયો.


પોરબંદર મનપાકક્ષાનો 76મો વન મહોત્સવ આર્યકન્યા ગુરુકુળ ખાતે ઉજવાયો.


પોરબંદર મનપાકક્ષાનો 76મો વન મહોત્સવ આર્યકન્યા ગુરુકુળ ખાતે ઉજવાયો.


પોરબંદર મનપાકક્ષાનો 76મો વન મહોત્સવ આર્યકન્યા ગુરુકુળ ખાતે ઉજવાયો.


પોરબંદર, 4 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર મહાનગરપાલિકા કક્ષાનો 76મો વન મહોત્સવ આર્યકન્યા ગુરુકુળ, પોરબંદર ખાતે રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં ઉજવાયો હતો.

કાર્યક્રમના મુખ્ય મહેમાન અને રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયાએ પોરબંદર મહાનગરપાલિકાની રચના બાદનો પહેલો વન મહોત્સવ સમાજ માટે પ્રેરણારૂપ બને તે માટે ચાલુ વર્ષ દરમિયાન મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાળવવામાં સૌએ સહભાગી થવા જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન લોકોની નાની-નાની બાબતોની ચિંતા કરે છે, તેવી જ રીતે પર્યાવરણ પ્રત્યેની ચિંતા વ્યક્ત કરતા તેમણે ‘એક પેડ મા કે નામ’ નો સંકલ્પ આપ્યો છે જેને આપણે સૌએ સમર્પિત ભાવથી અપનાવવું જોઈએ.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા તાજેતરમાં 76માં વન મહોત્સવ નિમિતે ગળતેશ્વર ખાતે રાજ્યકક્ષાની ઉજવણી કરી અને 7 હેક્ટરના ગળતેશ્વરનું લોકાર્પણ કર્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

સાંસદએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના સપ્તાહને સેવા પખવાડિયા તરીકે ઉજવણી દરમિયાન લોકોએ વિદેશી વસ્તુઓનો ઉપયોગ ટાળવાનું નક્કી કરીને રોજબરોજ સ્વદેશી વસ્તુઓ અપનાવે તે માટે અપીલ કરી હતી. અંતમાં તેમણે સૂચન કર્યું હતું કે ચોમાસાની શરૂઆતમાં એનએસએસ કેમ્પો, શાળાઓ, કોલેજો તથા જાહેર સ્થળોએ ઝાડ ઉગાડવા જોઈએ અને કપાયેલા ઝાડના દસ ગણાં ઝાડ વાવવા માટેનો સંકલ્પ લેવો જોઈએ.

પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, મનુષ્યનો સ્વભાવ એવો છે કે તે પહેલા સમસ્યા ઉભી કરે છે અને પછી તેનું સમાધાન શોધે છે. ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે ઘટતા વન આવરણના સમાધાન સ્વરૂપે આજે વન મહોત્સવ ઉજવવાની જરૂરિયાત ઉભી થઈ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, લોકોએ ઝાડને નુકસાન થાય તેવી પ્રવૃત્તિઓ ન કરવી જોઈએ અને સાથેજ તેમણે લોકોને પર્યાવરણ સંરક્ષણ માટે આગળ આવવા અપીલ કરી હતી.

આર્ય કન્યા ગુરુકુળના આચાર્ય ડૉ રંજનાબેન મજેઠીયાએ ગુરુકુળની તપોભૂમિમાં મહાનગરપાલિકાના પહેલા વન મહોત્સવની ઉજવણી માટે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગુરુકુળના ટ્રસ્ટી જુહીબેન ચાવલા મહેતા દ્વારા આર્ય કન્યા ગુરુકુળને ગ્રીન ગુરુકુળ - ક્લીન ગુરુકુળનો સંકલ્પ આપ્યો છે. વધુમાં તેમણે ગુરુકુળની બાળાઓ દ્વારા પર્યાવરણ સંરક્ષણની પ્રવૃતિઓ વિશે માહિતી આપતા ગ્રામ્ય જીવન સાથે જોડાયેલ વૃક્ષ પ્રત્યેની સંસ્કૃતિ અંગે સમજૂતી આપી હતી.

આ પ્રસંગે સકરબાગ ઝૂ જુનાગઢના ડાયરેક્ટર આર. એન. ઝાલાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને વન મહોત્સવનું મહત્વ, ગુજરાત વન વિભાગની પ્રવૃતિઓ અને અર્બન ફોરેસ્ટ (શહેરી વન) ડેવલોપમેન્ટ અંગે માહિતી આપી અને વૃક્ષારોપણ કરવા માટે અપીલ કરી હતી

આર્યકન્યા ગુરુકુળની બાળાઓ દ્વારા વેદ મંત્રોચાર અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રજવલનથી કાર્યક્રમની શરૂઆત કરી અને મહાનુભાવોને તુલસીજીના રોપા આપી અભિવાદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ એક પેડ લગાવો માં કે નામ નામક પ્રેરણાત્મક ઓડિયો વિઝ્યુલ શોર્ટફિલ્મનું પ્રસારણ પણ નિહાળ્યું હતું. રેન્જ ફોરેસ્ટ ઓફિસર સરવૈયાએ આભારવિધિ કરી હતી ત્યારબાદ સૌ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરી પ્રકૃતિ જતનનો સંદેશ અપાયો હતો.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ લીરીબેન ખૂંટી,જિલ્લા કલેકટર એસડી ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી બી ચૌધરી, મનપા કમિશનર હસમુખ પ્રજાપતિ, અધિક નિવાસી કલેક્ટર જે બી વદર, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન આવડાભાઈ ઓડેદરા,જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ ચેતનાબેન તિવારી, નાયબ મનપા કમિશનર મનન ચતુર્વેદી, સકરબાગ ઝૂ ના આસિસ્ટન્ટ ડાયરેક્ટર એસ આઈ દેસાઈ, મામલતદાર ભરતભાઈ સંચાણીયા, આર્યકન્યા ગુરુકુળના આચાર્ય રંજનાબેન મજીઠીયા અગ્રણી ભુરાભાઈ અને આર્ય કન્યા ગુરુકુળના ટસ્ટ્રી પ્રતિનિધી સર્વ ફાલ્ગુનીબેન, નીલિમાબેન સહિતના મહાનુભાવો અને આર્ય કન્યા ગુરુકુળની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande