સુરત, 4 સપ્ટેમ્બર (હિ.સ.)-મહુવા તાલુકાના ગોપલા ગામે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી
અંગે તાલીમ આપવામાં આવી હતી. જેમાં તેઓને પ્રાકૃતિક કૃષિથી પર્યાવરણ અને પાકને થતા
લાભ તેમજ ન્યુનતમ ખર્ચે ખેડૂતોને મળતા મહત્તમ ફાયદા વિષે અવગત કર્યા હતા.
પ્રાકૃતિક કૃષિના મુખ્ય પાંચ આયામો વિષે માહિતગાર કરી તેઓને રાસાયણિક ખેતી છોડી
પારંપરિક ખેતી અપનાવવા પ્રોત્સાહન આપ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે