કડી તાલુકાનું ઉમાનગર: શહેર જેવી આધુનિક સુવિધાઓ અને સંસ્કૃતિના સંગમ સાથે પ્રગતિશીલ ગામનું આદર્શ મોડલ
મહેસાણા, 4 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા જિલ્લાના કડી તાલુકા નજીક આવેલું ઉમાનગર ગામ આજે પ્રગતિશીલ અને સુવિધાસભર ગામ તરીકે ઓળખાય છે. આશરે 2200 વસ્તી ધરાવતું આ ગામ છેલ્લા કેટલાક વર્ષોમાં આધુનિક સુવિધાઓ સાથે શહેર જેવી ઓળખ ધરાવતું બની ગયું છે. ખાસ વાત એ છે
કડી તાલુકાનું ઉમાનગર : શહેર જેવી આધુનિક સુવિધાઓ અને સંસ્કૃતિના સંગમ સાથે પ્રગતિશીલ ગામનું આદર્શ મોડલ


કડી તાલુકાનું ઉમાનગર : શહેર જેવી આધુનિક સુવિધાઓ અને સંસ્કૃતિના સંગમ સાથે પ્રગતિશીલ ગામનું આદર્શ મોડલ


કડી તાલુકાનું ઉમાનગર : શહેર જેવી આધુનિક સુવિધાઓ અને સંસ્કૃતિના સંગમ સાથે પ્રગતિશીલ ગામનું આદર્શ મોડલ


મહેસાણા, 4 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા જિલ્લાના કડી તાલુકા નજીક આવેલું ઉમાનગર ગામ આજે પ્રગતિશીલ અને સુવિધાસભર ગામ તરીકે ઓળખાય છે. આશરે 2200 વસ્તી ધરાવતું આ ગામ છેલ્લા કેટલાક વર્ષોમાં આધુનિક સુવિધાઓ સાથે શહેર જેવી ઓળખ ધરાવતું બની ગયું છે. ખાસ વાત એ છે કે ગામના લગભગ 20 ટકા લોકો વિદેશમાં રહે છે, જેના આર્થિક સહકારથી ગામના વિકાસને ગતિ મળી છે.

ગામમાં દરેક સાત ઘર આગળ આરસીસી રોડ, ગટરલાઇન, બ્લોક પેવમેન્ટ અને પાણીની સુવિધા ઉપલબ્ધ છે. કચરાના નિકાલ માટે પંચાયત દ્વારા ડોર-ટુ-ડોર ઈ-રિક્ષા સેવા શરૂ કરાઈ છે, જેના કારણે ગામ સ્વચ્છ અને આદર્શ મોડલ બની ગયું છે. સાથે જ નવીન પંચાયત ઘર, પ્રાથમિક શાળા અને શુદ્ધ પીવાના પાણીની સુવિધાઓ ગામલોકોને જીવનની પાયાની જરૂરિયાતો પૂરી પાડે છે.

ધાર્મિક રીતે પણ ઉમાનગર સમૃદ્ધ છે. ગામનું મેલડી માતાજી મંદિર, જેની સ્થાપના 13 ડિસેમ્બર 1998ના રોજ નંદાસણ ગામથી લાવવામાં આવેલી જ્યોતથી થઈ હતી, ગામલોકોની આસ્થા અને શ્રદ્ધાનું મુખ્ય કેન્દ્ર છે. અહીં દર વર્ષે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય છે. આ ઉપરાંત ગામમાં નીલકંઠ મહાદેવ, જોગણી માતાજી અને વેરાઈ માતાજી જેવા મંદિરો પણ છે. ઉમાનગર ગામે ગ્રામ્ય પરંપરા અને શહેરી સુવિધાઓનું અનોખું સંતુલન સાધી પ્રગતિશીલ ગુજરાતનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande