ઓડદર નજીક બાઇક આડે કુતરૂ ઉતરતા યુવાનનું મોત
પોરબંદર, 4 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર-સોમનાથ હાઇવે પર ઓડદર નજીક બાઇક આડે કુતરૂ ઉતરતા ભડ ગામે રહેતા એક યુવાનનુ મોત થયુ હતુ. જયારે અન્ય એક યુવાન ઇજાગ્રસ્ત બન્યો હતો ભડ ગામે રહેતા હાજાભાઈ કરશનભાઈ કાઠી અને દેસુર હિરાભાઈ મોરી મોટરસાયકલ લઈ અને પોરબંદર -સોમ
ઓડદર નજીક બાઇક આડે કુતરૂ ઉતરતા યુવાનનું મોત


પોરબંદર, 4 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર-સોમનાથ હાઇવે પર ઓડદર નજીક બાઇક આડે કુતરૂ ઉતરતા ભડ ગામે રહેતા એક યુવાનનુ મોત થયુ હતુ. જયારે અન્ય એક યુવાન ઇજાગ્રસ્ત બન્યો હતો ભડ ગામે રહેતા હાજાભાઈ કરશનભાઈ કાઠી અને દેસુર હિરાભાઈ મોરી મોટરસાયકલ લઈ અને પોરબંદર -સોમનાથ હાઈવે પર ઓડદર નજીક શ્રીરામ હોટલ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમ્યાન બાઇક આડે કુતરૂ ઉતરતા અકસ્માત સર્જાયો હતો, જેમા હાજાભાઈ કાઠીને ગંભીર ઇજા પહોંચતા તેમનુ મોત નિપજયુ હતુ, જયારે દેસુરભાઈ મોરીને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. આ બનાવને લઈ મૃતકના પરિવારમા શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande