ડિંડોલીમાં યુવતીના આપઘાતમાં માનેલા પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો
સુરત, 4 સપ્ટેમ્બર (હિ.સ.)- ડિંડોલીમાં રહેતી યુવતીના આપઘાત કેસમાં પોલીસે માનેલા પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ડિંડોલી, રામીપાર્ક સોસાયટીમાં રહેતા પ્રથમ ચેતન ગવડે (ઉ.વ.19) સાથે રહેતી યુવતીએ મંગળ
Dindoli police


સુરત, 4 સપ્ટેમ્બર (હિ.સ.)- ડિંડોલીમાં રહેતી યુવતીના આપઘાત કેસમાં પોલીસે માનેલા પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ડિંડોલી, રામીપાર્ક સોસાયટીમાં રહેતા પ્રથમ ચેતન ગવડે (ઉ.વ.19) સાથે રહેતી યુવતીએ મંગળવારે બપોરે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ કેસમાં પોલીસે મૃતક યુવતીના પરિવારજનોની ફરિયાદને આધારે પ્રથમ ગવડે સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેમની દીકરી અને આરોપી પ્રથમ ગવડે પતિ-પત્ની તરીકે રહેતા હતા. પ્રથમ નશો કરી અવાર નવાર મારઝુડ કરતો હતો. દીકરીને ખુશ નહી રાખતા તેને આત્મહત્યા કરવા ઉપર મજબુર કરતા ફાંસોખાઈ આપઘાત કર્યો હતો. પોલીસે પ્રથમ ગવડે સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande