પોરબંદર, 5 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરના મૂળ માધવપુર ગામે બારવાવ વિસ્તારમાં રાત્રે સવા વાગ્યે જુગાર રમતા 13 જુગારીઓને 34,400 ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા.
મૂળ માધવપુરના બારવાવ વિસ્તારમાં રાત્રે કેટલાક ઈસમો જુગાર રમતા હતા ત્યારે પોલીસે દરોડો પાડયો હતો જેમાં તેર ઈસમો પાસેથી 34,400 ની રોકડ કબજે કરવામાં આવી હતી અને જુગાર રમી રહેલા નારણ ઉર્ફે બાલો હરજી મોકરીયા, દિનેશ નાગાજણ કરગટીયા, હમીર લાખા બાલસ, પરેશ નારણ કરગટીયા, કાના પરબત કરગટીયા, રમેશ માંડા ભરડા, દિલીપ રામ ડાભી, પંકજ ભીખુ માવદીયા, સાહિલ ભુપત વાજા, જયદીપ દેવશી ભુવા,, નાથા ભિખુ બીઢોર, નગીન ઉર્ફે છુ બાવકો ભુપત માલુમ અને કરસન નગીન માવદીયાની ધરપકડ થઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya