પોરબંદર, 5 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલી કસ્તુરબા સ્કુલની પાસે ગલીમાં જાહેરમાં જુગાર રમી રહેલી ચાર મહિલાઓને પોલીસે પકડી લીધી હતી.
ઉદ્યોગ નગર પોલીસ મથકના કોન્સ્ટેબલ વિજયભાઈ જોશીને એવી બાતમી મળી હતી કે ખાપટની કસ્તુરબા સ્કુલ ની પાસે ની ગલીમાં કેટલીક મહિલાઓ જુગાર રમી રહી છે આથી તાત્કાલિક પોલીસે દરોડો પાડયો હતો અને તપાસ કરતા એ જ વિસ્તારની શાંતિબેન કાના કડછા, ઉપરાંત ઝૂરીબાગ શેરી નંબર 9 માં રહેતી ત્રણ મહિલાઓ ભાનુબેન સરમણ પરમાર,મંજુબેન દેવા ઓડેદરા અને શાંતીબેન ચેતન બગીયા મળી આવ્યા હતા અને 22,350 ની રોકડ પણ કબજે થઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya