પોરબંદરમાં યુવા કલાના ઉત્સવ કલા મહાકુંભનું ભવ્ય આયોજન.
પોરબંદર, 5 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લાકક્ષા કલા મહાકુંભ 2025-26 અંતર્ગત યોજાનારી વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન તારીખ 06/09/2025 અને 07/09/2025 ના રોજ ડૉ. વી.આર. ગોઢાણીયા કોલેજ ઓફ એન્જીન્યરીંગ એન્ડ ટેકનોલોજી, પોરબંદર ખાતે કરવામાં આવ્યું છે.
પોરબંદરમાં યુવા કલાના ઉત્સવ કલા મહાકુંભનું ભવ્ય આયોજન.


પોરબંદર, 5 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લાકક્ષા કલા મહાકુંભ 2025-26 અંતર્ગત યોજાનારી વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન તારીખ 06/09/2025 અને 07/09/2025 ના રોજ ડૉ. વી.આર. ગોઢાણીયા કોલેજ ઓફ એન્જીન્યરીંગ એન્ડ ટેકનોલોજી, પોરબંદર ખાતે કરવામાં આવ્યું છે.

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનર તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના સુનિયોજિત માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં કલા મહાકુંભ : 2025-26નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાએ યોજાનારી કુલ 23 કૃતિઓની સ્પર્ધાઓમાં વિવિધ કલાપ્રેમી સ્પર્ધકો ભાગ લેશે.

તાલુકા કક્ષાએ આયોજિત થયેલ સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમે વિજેતા થયેલ સ્પર્ધકો તથા કેટલીક કૃતિઓમાં સીધી જિલ્લાકક્ષાએ પસંદ થયેલ સ્પર્ધકો માટે આ સ્પર્ધાઓનું આયોજન ખાસ કરીને ભાઈઓ અને બહેનો માટે ચાર જુદી-જુદી વય જૂથોમાં કરવામાં આવ્યું છે.

તારીખ 06/09/2025ના રોજ યોજાનારી સ્પર્ધાઓમાં કાવ્ય લેખન, ગઝલ-શાયરી, લોકવાર્તા, સર્જનાત્મક કામગીરી, તબલા, હાર્મોનિયમ, વકૃત્વ, નિબંધ, ચિત્રકલા અને એકપાત્રીય અભિનયનો સમાવેશ થાય છે. આ માટે સ્પર્ધકોને બપોરે 01:00 વાગ્યે રીપોર્ટિંગ કરવાનું રહેશે.

તારીખ 07/09/2025ના રોજ યોજાનારી કૃતિઓમાં ભરતનાટ્યમ, લોકનૃત્ય, રાસ, ગરબા, સુગમસંગીત, લગ્નગીત, સમૂહગીત, લોકગીત/ભજન, દુહા-છંદ-ચોપાઈ, સ્કૂલબેન્ડ, ઓર્ગન, કથ્થક અને શાસ્ત્રીય કંઠય સંગીત (હિન્દુસ્તાની) જેવી કૃતિઓ સમાવિષ્ટ રહેશે. જેમાં સ્પર્ધકો માટે રીપોર્ટિંગ સમય સવારે 08:00 કલાકે નિર્ધારિત કરવામાં આવ્યો છે.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ડૉ. વી.આર. ગોઢાણીયા કોલેજ ઓફ એન્જીન્યરીંગ એન્ડ ટેકનોલોજી, અમર પોલીફર્મ્સની પાછળ, પોરબંદર ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ પોરબંદર જિલ્લાના યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપે તેવી આશા સાથે, ખેલ, યુવા અને સાંસ્કૃતિક ક્ષેત્રે જિલ્લા કક્ષાની સ્પર્ધાત્મકતા વધારવાના હેતુથી આયોજિત કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande