પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ.
પોરબંદર, 5 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લાના પ્રભારી અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ પોરબંદર ખાતે યોજાઈ હતી. પ્રભારી મંત્રીએ ઘેડ વિસ્તારમાં પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યાનો કાયમી ધોરણે નિવારણ કરવાના હેતુથી ર
પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ.


પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ.


પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ.


પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ.


પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ.


પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ.


પોરબંદર, 5 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લાના પ્રભારી અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ પોરબંદર ખાતે યોજાઈ હતી. પ્રભારી મંત્રીએ ઘેડ વિસ્તારમાં પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યાનો કાયમી ધોરણે નિવારણ કરવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ ઘેડ વિસ્તારનો સર્વે કરાવીને પ્રાથમિક અહેવાલ મળ્યા બાદ તેના અભ્યાસના આધારે ત્રણ તબક્કામાં આશરે 1500 કરોડ રૂપિયાના કામોને સૈધાંતિક મંજૂરી આપવામાં આવી છે તેમ જણાવ્યું હતું.

મંત્રીએ ઘેડ વિસ્તારના કામોમાં ગેરરીતી ના આક્ષેપોને પાયા વિહોણા જણાવી અત્યાર સુધીમાં માત્ર 13 કરોડનું ચુકવણું થયું છે તેવી સ્પષ્ટતા કરી હતી. વર્ષોથી ઘેડની પાણીની સમસ્યા ના નિરાકરણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ જણાવ્યું હતું.

પ્રથમ તબક્કાના કામોમાં સોરઠી અને બરડા ઘેડ વિસ્તરમાં વરસાદી પાણીના નિકાલ માટે થયેલ આયોજન માટે હયાત નદી/કેનાલનું ડીસીલ્ટીંગ કરવું, પાણીના પ્રવાહને અવરોધરૂપ ઝાડી ઝાંખરા/વૃક્ષોનું જંગલ કટીંગ કરવું, જેવા કામોને કુલ 139 કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે.

જેમાંથી 7 કામોને વહીવટી મંજૂરી આપીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. જેમાંથી જૂનાગઢ સોરઠી ઘેડ વિસ્તારના ત્રણ કામો, પોરબંદર સોરઠી ઘેડ વિસ્તારના બે કામો અને બરડા ઘેડ વિસ્તારના બે કામોનો સમાવેશ થાય છે. હાલ આ સાતે કામો પ્રગતિ હેઠળ છે જે માટે હજુ સુધીમાં 36.67કરોડની ચૂકવણી કરવામાં આવી છે. પ્રથમ તબક્કાના બાકીના 10 કામોના ટેન્ડર મંજૂર થયા છે અને વર્ક ઓર્ડર અપાયા છે નજીકના સમયમાં કામ શરૂ કરવામાં આવશે જેમ પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રથમ તબક્કાના કામ પૂર્ણ થતા તબક્કા વાર અન્ય કામો હાથ ધરવામાં આવશે જેમાં દ્રિતીય તબક્કામાં સોરઠી ઘેડ તથા બરડા ઘેડ વિસ્તારમાં પાણીના અસરકારક વહન અર્થે કેનાલો / વોકળા ક્લીનીંગ અને ડીસીલ્ટીંગ.

હૈયાત નદીઓને મૂળ સ્થિતિ મુજબ કરી કાંઠા સરક્ષણના કામો, જુના સ્ટ્રકચરોના ગાળા અપૂરતા હોય તેને ડીસ્મેન્ટલ કરી નવા સ્ટ્રક્ચર બનાવવા, પાણીનો વ્યય અટકાવવા અને પાણીની ઉપયોગીતાઓ વધારવા અર્થે હયાત સ્ટ્રકચરોની જળસંગ્રહ શક્તિ વધારવાના કામોના અંદાજો ને રૂ.1394 કરોડની વહીવટી મંજૂરી આપવાની કાર્યવાહી મંજૂરીની પ્રક્રિયા હેઠળ છે.

તૃતીય તબક્કાના કામો અંતર્ગત તાંત્રિક રીતે સંકીર્ણ કામો જેવા કે, નદીઓના મુખ પરના સ્ટ્રકચરોના નવીનીકરણ, ભરતી નિયંત્રકોના નવીનીકરણ, કનેક્ટિંગ ફલડ રિલીફ ચેનલો વગેરે કામોનો સમાવેશ કરવામાં આવે છે. જે કામોના વિગતવાર મોજણી સંશોધન, આલેખન આખરીકરણ વગેરે કામગીરી પ્રગતિ હેઠળ છે.

આલેખન આખરીકરણ થયે તદઅનુસાર નકશા/અંદાજો તૈયાર કરીને આગળ ઉપરની મંજૂરીઓ મેળવી કામગીરી હાથ ધરવાનું આયોજન છે.

ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ઘેડ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે પૂર આવવું પણ જરૂરી છે. દરિયાનું પાણી આગળ ન વધે અને ક્ષાર નિયંત્રણ થાય તે માટે આ જરૂરી છે પરંતુ જથ્થાનું બેલેન્સ રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. સમયસર પૂરના પાણીનો નિકાલ થાય તે પણ જરૂરી છે. હાલની સમસ્યા છે કે પૂરના પાણીનો સમયસર નિકાલ થતો નથી જે સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તે માટે અગાઉ પણ કેટલાક કામો કરવામાં આવ્યા છે પરંતુ આ વખતે ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રભારી મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા ઘેડની સમસ્યાનું કાયમી નિરાકરણ કરવા રૂપિયા 1500 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ કામો ઉપરાંત બીજા 350 કરોડના કામોનું પણ આગામી સમયમાં આયોજન છે.

ટોપ એન્જિનિયરિંગ કંપની સેકોન એન્જિનિયરિંગ દ્વારા સમગ્ર ઘેડ વિસ્તારનું સર્વે કરવામાં આવ્યું છે. સર્વેના આધારે મુખ્ય સમસ્યા એ છે કે નદી જ્યાં દરિયા ને મળે છે ત્યાં નદીનું મુખ સાંકડું થઈ ગયું છે તેથી નદીઓ ઊંડી કરવી, તળાવ ઊંડા કરવા, રબર ડેમ બનાવવા, નદીના મુખ પહોળા કરવા, દિવાલ બનાવવી, સહિતના કામો આ આયોજન હેઠળ કરવામાં આવશે અને ઘેરની સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ કરવામાં આવશે.

ધારાસભ્ય દ્વારા વધુમાં જણાવ્યું હતું કે ઘેડ વિસ્તારના સ્થાનિકોનું પણ માર્ગદર્શન લઈને સમસ્યાને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

આગામી ત્રણ વર્ષમાં આ સંપૂર્ણ આયોજન પૂર્ણ થશે. ઘેડ વિસ્તારની સમસ્યાના કાયમી નિરાકરણ માટે આવડું મોટું બજેટ ફાળવી અને તાત્કાલિક ધોરણે કામ શરૂ કરાવવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.

આ પત્રકાર પરિષદ દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, જિલ્લા વિકાસ અધિકારી બી બી ચૌધરી, અધિક જિલ્લા કલેક્ટર જે બી વદર સહિત સિંચાઈ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande