વિઠોડા શાળાના આદિત્યકુમાર દરજીને ‘રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-2025’થી નવાજ્યા
મહેસાણા, 5 સપ્ટેમ્બર (હિ.સ.)અમદાવાદ પાલડી ટાગોરહોલ ખાતે શિક્ષકદિન નિમિત્તે યોજાયેલ રાજ્ય સ્તરના સમારોહમાં વિઠોડા ગામની પીએમશ્રી શ્રીમતી કે.બી.શાહ તીર્થ અનુપમ પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી આદિત્યકુમાર વિષ્ણુપ્રસાદ દરજીને ‘રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-2
વિઠોડા શાળાના આદિત્યકુમાર દરજીને ‘રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-2025’થી નવાજાયા


મહેસાણા, 5 સપ્ટેમ્બર (હિ.સ.)અમદાવાદ પાલડી ટાગોરહોલ ખાતે શિક્ષકદિન નિમિત્તે યોજાયેલ રાજ્ય સ્તરના સમારોહમાં વિઠોડા ગામની પીએમશ્રી શ્રીમતી કે.બી.શાહ તીર્થ અનુપમ પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી આદિત્યકુમાર વિષ્ણુપ્રસાદ દરજીને ‘રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-2025’થી સન્માનિત કરાયા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર તથા રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ઉપસ્થિતિમાં આ સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું.

શિક્ષકશ્રી આદિત્યકુમારે શિક્ષણક્ષેત્રે અનેક નવીન પ્રયોગો કરી મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમનું ‘અક્ષર સુધારણા’ પ્રોજેક્ટ રાજ્યકક્ષાના ઇનોવેશન ફેર-2023માં Top-5માં પસંદગી પામ્યું હતું અને તેનો લાભ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને મળ્યો છે. તેમનો સ્વતંત્રલેખનનો પ્રોજેક્ટ NCERT દિલ્હી ખાતે “Success Story” તરીકે સ્થાન પામ્યો છે. તેઓએ ગુજરાતભરના શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે રચાયેલ FLN શિક્ષક માર્ગદર્શિકામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

વિઠોડા શાળામાં આધુનિક લેબ, રમતગમત, કલા-સંગીત, સ્કાઉટ-ગાઇડ તથા વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસનો માળખો પૂરું પાડવામાં તેઓ અગ્રેસર રહ્યાં છે. તેમના માર્ગદર્શન હેઠળ અનેક વિદ્યાર્થીઓએ કલા મહાકુંભ, ખેલ મહાકુંભ અને શૈક્ષણિક સ્પર્ધાઓમાં જિલ્લા તથા રાજ્ય સ્તરે પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ સિદ્ધિઓને કારણે વિઠોડા શાળાને અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ્સ પ્રાપ્ત થયા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande