ગણેશ વિસર્જન દરમિયાન સલામતી માટે અમરેલી જિલ્લા પ્રશાસનનો અનુરોધ
અમરેલી 5 સપ્ટેમ્બર (હિ.સ.)શ્રદ્ધા સાથે ઉજવણી, જવાબદારી સાથે તકેદારી રાખવી જરૂરી અમરેલી જિલ્લામાં આવનારા ગણેશ વિસર્જન ઉત્સવને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસન, પોલીસ તંત્ર તથા નગરપાલિકા દ્વારા જાહેર જનતાને વિશેષ તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. ગ
ગણેશ વિસર્જન દરમિયાન સલામતી માટે અમરેલી જિલ્લા પ્રશાસનનો અનુરોધ


અમરેલી 5 સપ્ટેમ્બર (હિ.સ.)શ્રદ્ધા સાથે ઉજવણી, જવાબદારી સાથે તકેદારી રાખવી જરૂરી

અમરેલી જિલ્લામાં આવનારા ગણેશ વિસર્જન ઉત્સવને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસન, પોલીસ તંત્ર તથા નગરપાલિકા દ્વારા જાહેર જનતાને વિશેષ તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. ગણેશ વિસર્જન સમયે નદી, તળાવ કે સરોવર પર જતા સમયે ખાસ સાવચેતી રાખવી, બાળકોને એકલા પાણીના કિનારે ન મુકવા, બોટ અથવા વાહન વ્યવહાર દરમિયાન જીવનરક્ષક જાકેટ પહેરવા તથા ભીડભાડવાળા સ્થળોએ શિસ્ત જાળવી રાખવાની વિનંતી કરવામાં આવી છે.

સાથે જ શ્રદ્ધાળુઓને વિસર્જન સમયે ડીજે, બૅન્ડ વગાડતી વખતે અવાજનો ધોરણ મર્યાદિત રાખવા તથા પર્યાવરણને નુકસાન ન થાય તે માટે પ્લાસ્ટિક, થર્મોકોલ તથા કેમિકલ રંગોથી દૂર રહી કુદરતી માટીના ગણેશજીની પ્રતિમાઓનો ઉપયોગ કરવા પણ આગ્રહ કરવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

જિલ્લા પ્રશાસનએ જાહેર જનતાને અનુરોધ કર્યો છે કે ઉત્સવ શ્રદ્ધા, આનંદ અને એકતા સાથે ઉજવવામાં આવે, પરંતુ સાથે સાથે પોતાની તથા સમાજની સલામતી માટે નાનામાં નાની તકેદારી લેવી જરૂરી છે. શ્રદ્ધા સાથે ઉજવણી કરીએ, પણ જવાબદારી સાથે સંકલ્પ લઈએ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande