અમરેલી જિલ્લા સહકારી સંઘના પ્રતિનિધિમંડળની નવી દિલ્હી મુલાકાત
અમરેલી 5 સપ્ટેમ્બર (હિ.સ.) એન.સી.યુ.આઇ.ના લીડરશીપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ દરમ્યાન ઇફ્કો ઓફિસ ખાતે નેનો યુરિયા અને નેનો ડીએપી વિશે મેળવી અગત્યની માહિતી અમરેલી જિલ્લા સહકારી સંઘના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ સહકારી મંડળીઓના ૫૨ પ્રતિનિધિઓએ નવી દિલ્હી
અમરેલી જિલ્લા સહકારી સંઘના પ્રતિનિધિમંડળની નવી દિલ્હી મુલાકાત


અમરેલી 5 સપ્ટેમ્બર (હિ.સ.) એન.સી.યુ.આઇ.ના લીડરશીપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ દરમ્યાન ઇફ્કો ઓફિસ ખાતે નેનો યુરિયા અને નેનો ડીએપી વિશે મેળવી અગત્યની માહિતી

અમરેલી જિલ્લા સહકારી સંઘના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ સહકારી મંડળીઓના ૫૨ પ્રતિનિધિઓએ નવી દિલ્હીની એન.સી.યુ.આઇ. (National Cooperative Union of India) ખાતે આયોજિત ૩ દિવસીય લીડરશીપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામમાં સક્રિય ભાગ લીધો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સહકારી ક્ષેત્રના પ્રતિનિધિઓમાં નેતૃત્વ ક્ષમતા વિકસાવવો, વ્યવસ્થાપન કૌશલ્ય વધારવું તથા આધુનિક કૃષિ-તંત્ર અંગે જાગૃતિ લાવવાનો હતો.

કાર્યક્રમ દરમિયાન પ્રતિનિધિમંડળે ઇફ્કો (IFFCO) ઓફિસની મુલાકાત લીધી હતી. જ્યાં નિષ્ણાતોએ ખેડૂતો માટે અત્યંત ઉપયોગી એવા નેનો યુરિયા અને નેનો ડીએપી વિશે વિગતવાર માહિતી આપી. જણાવાયું કે નેનો ટેકનોલોજી આધારિત આ ખાતરો પરંપરાગત ખાતર કરતાં ઓછી માત્રામાં વધુ અસરકારક છે, જમીનની ઉર્વરક શક્તિ જાળવી રાખે છે તેમજ ઉત્પાદનક્ષમતા વધારવામાં મદદરૂપ બને છે.

પ્રતિનિધિઓએ આ નવીન તકનીકને સહકારી મંડળીઓ મારફતે ખેડૂતો સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આ મુલાકાતથી સહકારી ક્ષેત્રના આગેવાનોને આધુનિક કૃષિ પદ્ધતિઓ અને નવી ટેક્નોલોજી અપનાવવા પ્રેરણા મળી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande