મહેસાણા જિલ્લામાં શિક્ષકદિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ, શિક્ષકો દ્વારા પુરસ્કાર રકમ શાળા વિકાસને સમર્પિત
મહેસાણા, 5 સપ્ટેમ્બર (હિ.સ.)મહેસાણા જિલ્લાના કમળાબા હોલ ખાતે શિક્ષકદિન નિમિત્તે ભવ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ યોજાયો હતો. જિલ્લા કક્ષાના 03 અને તાલુકા કક્ષાના 06 શ્રેષ્ઠ શિક્ષકોને શાલ, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મહેસાણા જિલ્લામાં શિક્ષકદિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ, શિક્ષકો દ્વારા પુરસ્કાર રકમ શાળા વિકાસને સમર્પિત


મહેસાણા જિલ્લામાં શિક્ષકદિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ, શિક્ષકો દ્વારા પુરસ્કાર રકમ શાળા વિકાસને સમર્પિત


મહેસાણા, 5 સપ્ટેમ્બર (હિ.સ.)મહેસાણા જિલ્લાના કમળાબા હોલ ખાતે શિક્ષકદિન નિમિત્તે ભવ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ યોજાયો હતો. જિલ્લા કક્ષાના 03 અને તાલુકા કક્ષાના 06 શ્રેષ્ઠ શિક્ષકોને શાલ, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ખાસ વાત એ રહી કે પુરસ્કારરૂપે પ્રાપ્ત થયેલ રોકડ રકમ શિક્ષકો દ્વારા શાળા વિકાસ માટે અર્પણ કરવામાં આવી, જે સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પુરું પાડે છે.

આ અવસરે સાંસદશ્રી હરીભાઇ પટેલે શિક્ષકોના સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં અનન્ય યોગદાનની પ્રશંસા કરી તથા શિક્ષણ વિના સમાજ અધૂરો હોવાનું જણાવ્યું હતું. ધારાસભ્યશ્રી સી.જે. ચાવડાએ શિક્ષકને ભવિષ્યના ભારતના ઘડવૈયા તરીકે વટવૃક્ષ સમાન ગણાવ્યા, જ્યારે ધારાસભ્યશ્રી મુકેશભાઇ પટેલે શિક્ષકોને ઋષિ પરંપરા અને સંસ્કૃતિના સાચા વારસદાર ગણાવ્યા હતા.

કાર્યક્રમમાં જિલ્લા શ્રેષ્ઠ તરીકે ઘાઘરેટ અનુપમ પ્રાથમિક શાળાની જાગૃતિબેન પટેલ, ગોરાદ પ્રાથમિક શાળાના પરેશકુમાર પટેલ અને ખેરવાના જયકોરબાઇ વિદ્યામંદિરના ડૉ. ભાવિનકુમાર શાહને સન્માનિત કરાયા હતા. તાલુકા સ્તરે 06 શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડથી નવાજાયા હતા. વિઠોડા પ્રાથમિક શાળાને પીએમશ્રી શ્રેષ્ઠ શાળાનો ખિતાબ મળ્યો હતો, સાથે CAT, જ્ઞાનસાધના તથા SSIP નવીન સંશોધનમાં શ્રેષ્ઠતા મેળવનાર વિદ્યાર્થીઓને પણ મંચ પરથી સન્માન અપાયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande