સુરત , 5 સપ્ટેમ્બર (હિ.સ.)-શહેરના ઉધના ઉદ્યોગનગર ખાતે આવેલ એક કંપનીમાં ગત રાત્રે ટેરેસ ઉપર ઓઇલ ટેંકમાં આગ લાગવાની સાથે બ્લાસ્ટ થયું હતું.બ્લાસ્ટનો આવાજ સાંભળી કંપનીમાં કામ કરી રહેલા કારીગરો અને સ્થળ ઉપર હાજર લોકોમાં નાસભાગ અને ભયનો માહોલ ફેલાઉં ગયો હતો.જયારે આ ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને આગને ઓલાવવા માટેની કામગીરી હાથ ધરી હતી .
ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉધના ઉદ્યોગનગર રોડ નંબર -7 ખાતે ઍ.ચોક્સી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની આવેલી છે. જ્યાં ગત રાત્રે ટેરેસ ઉપર અચાનક બ્લાસ્ટ થવાની સાથે જ આગ ફાટી નીકળી હતી.આ ઘટનાને પગલે સ્થળ ઉપર અફરાતફરી મચી ગઈ હતી.ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.અને આગ ઉપર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી.વધુમાં સબ ફાયર ઓફિસર નરોત્તમ ખલાસીએ જણાવ્યું હતું કે ગ્રાઉન્ડ સહિત એક માળની કમ્પની છે.નીચે કારીગરો કામ કરતા હતા.જયારે પહેલા માળના ટેરેસ ઉપર ઓઇલ ટેન્ક હતું.ઓઇલ લીકેજ થવાને કારણે આગ લાગી ગઈ હતી.ટેન્કમાં બ્લાસ્ટ થયું હતું. આગને કારણે પાણીની ટાકી,રબર પેકિંગનું સામાન,પતરા સહીત બળી ગયા હતા.જોકે ગણતરીના સમયમાં આગ ઓલવવાની સાથોસાથ સમગ્ર સ્થિતિને નિયત્રંણમાં લઇ લેવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે